VIDEO: તળાવમાં પાણી પીવા આવ્યો ચિત્તો ત્યારે જ મગરે કર્યો હુમલો, પછી થઈ જોયા જેવી

વાઘ કે ચિત્તો ભલે ગમે તેટલા મોટા શિકારી હોય, પરંતુ કેટલીક વાર અન્ય શિકારીઓ તેને પોતાનો શિકાર બનાવી લે છે. અમને સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો જોવા મળ્યો. જેમાં એક મગરે ચિત્તા પર ત્યારે હુમલો કર્યો જ્યારે તે તળાવ કિનારે પાણી પીવા માટે પહોંચ્યો હતો. તે પછી શું થયું, તે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. વર્લ્ડ ઓફ વાઇલ્ડ લાઇફ એન્ડ વિલેજ નામના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં હાજર તળાવમાં ચિત્તો પાણી પીવા આવ્યો છે. ચિત્તાને કદાચ પહેલેથી જ ખ્યાલ આવી ગયો છે કે પાણીમાં બીજો શિકારી પણ છે. તેથી જ જ્યારે તે પાણી પીવા માટે તળાવમાં નમે છે, ત્યારે તે થોડો નર્વસ લાગે છે. પહેલા ચિત્તો તળાવની આસપાસ જુએ છે અને પછી પાણી પીવા નીચે વળે છે. પરંતુ ચિત્તો નીચે ઝૂકતાની સાથે જ તળાવમાંથી એક મગર કિનારે આવે છે અને ચિત્તા પર હુમલો કરે છે.

આ મગર ચિત્તા પર એટલી ઝડપથી હુમલો કરે છે કે ચિત્તાને બચવાની તક પણ મળતી નથી. જડપથી મગર ચિત્તાને પકડી લે છે, અને તે તેને પાણીમાં ખેંચી જાય છે અને તેનું કામ તમામ કરી નાખે છે. તે જ સમયે, તળાવના કાંઠે આવેલા અન્ય બે ચિત્તા આ જોઈને ડરી જાય છે અને પાણી પીવાને બદલે પાછા ચા્લયા જાય છે. બંને ચિત્તો તેમના પાર્ટનરની મદદ કરવા આગળ પણ આવતા નથી. કારણ કે તેઓ જાણે છે કે જો તેઓ તેમના સાથીને બચાવવાનો પ્રયત્ન કરશે, તો પાણીનો શિકારી તેમને મારી નાખશે અને તેમને પણ ખાઈ જશે.

એટલા માટે બંને ચિત્તો ત્યાંથી નીકળીને સરોવરથી દૂર જવામાં પોતાનું ભલું માને છે. આ દરમિયાન, બંને ચિત્તા તળાવમાં જોતા રહે છે, ઈચ્છે છે કે તેમનો સાથી ભાગીને બહાર આવી જાય. પરંતુ મગર ચિત્તાને કોઈ તક આપતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિકાર કર્યા પછી પણ તળાવના પાણી પર કોઈ હલનચલન થતુ નથી. જે બતાવે છે કે મગર એ થોડી વારમાં ચિત્તાને મારી નાખ્યો હોવો જોઈએ.

YC