ખેલ જગત

ભારતીય ક્રિકેટ ટીમના આ દિગ્ગજ પૂર્વ વિકેટકીપરના પિતાનું થયુ નિધન, ઘરમાં છવાયો માતમ

ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટકીપર બલ્લેબાજ પાર્થિવ પટેલના પિતાનું રવિવારના રોજ નિધન થઇ ગયુ છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરી આ દુખદ ખબરની જાણકારી આપી છે. પાર્થિવ પટેલના પિતા વર્ષ 2019થી જ બ્રેન હેમરેજ સામે જંગ લડી રહ્યા હતા. પાર્થિવ પટેલ પર દુખોનો પહાડ તૂટી ગયો છે. પાર્થિવ પટેલા પિતા અજયભાઇ પટેલનું રવિવારના રોજ નિધન થઇ ગયુ છે. પાર્થિવ પટેલ IPLનો ભાગ છે.

પાર્થિવ પટેલે ટ્વીટ કરી લખ્યુ કે, અત્યંત દુ:ખ સાથે સૂચિત કરુ છુ કે મારા પિતાશ્રી અજયભાઇ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બરના રોજ નિધન થઇ ગયુ. હું તમને અનુરોધ કરુ છુ કે તેમને તમારા વિચારો અને પ્રાર્થનાઓમાં યાદ રાખો. તેમની આત્માને શાંતિ મળે. વર્ષ 2019માં  સોશિયલ મીડિયા પર પાર્થિવ પટેલે પિતાના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી.

IPL 2019માં પાર્થિવ આરસીબી માટે ત્રીજા સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન હતા. આ ખેલાડીએ તે સીઝનમાં કુલ 373 રન બનાવ્યો હતા. આરસીબી ઉપરાંત પાર્થિવે આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, કોચ્ચિ ટસ્કર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યુ છે. 139 આઇપીએલ મેચોમાં પાર્થિવના નામે 2848 રન દાખલ છે.

પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ અને 38 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં પાર્થિવના નામે 934 જયારે વન ડેમાં તેેમના નામે 736 રન દાખલ છે. પાર્થિવ બે ટી20 ઇન્ટરનેશનલ મેચનો પણ ભાગ રહ્યા છે. ટેસ્ટમાં  તેમણે કૈચ પકડ્યા છે અને સ્ટંપ કર્યા છે. પાર્થિવ પટેલે સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં 17 વર્ષ 152 દિવસની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ટેસ્ટ ડેબ્યુ કરનાર તે સૌથી યુવા વિકેટકીપર રહ્યા છે.

પાર્થિવ પટેલે વર્ષ 2020માં સંન્યાસ લેવાનું એલાન કર્યુ હતુ. ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે કમેંટેટર તરીકે નવી પારીની શરૂઆત કરી હતી. IPL 2021માં પણ તેઓ કમેંટ્રી કરતા જોવા મળ્યા.