25 વર્ષની છોકરીએ ભાઈ સાથે એવું કાળું કામ કર્યું કે માતા-પિતાએ જીવિત દીકરીના અંતિમસંસ્કાર કર્યા

પ્રેમમાં ક્યારેક બંધનો જોવામાં નથી આવતા પરંતુ લોહીની સગાઈએ બંધાયેલા બંધનોને હજુ પણ માનવામાં આવે છે. જેના કારણે ભાઈ બહેન વચ્ચે ક્યારેય લગ્ન નથી કરવામાં આવતા, પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર ચોંકાવનારો છે.

(પ્રતીકાત્મક તસ્વીર)

ઝારખંડના ચતરા જિલ્લામાં એક યુવતીએ પોતાના જ કાકાના છોકરા સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન બાદ ઘણો મોટો હોબાળો થયો અને યુવતીના પરિવારજનોએ યુવતીનું પૂતળું બનાવીને તેની અંતિમ યાત્રા પણ યોજી દીધી.

(પ્રતીકાત્મક તસ્વીર)

આ સમગ્ર મામલો છે ચતરા જિલ્લાના ટંડવા પ્રખંડના ધનગઢા પંચાયતનો. અહીંયા આવેલા ખરીકા ગામમાં સંબંધોને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. જ્યાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર પણ કલંક લગાવીને યુવતીએ પોતાના કાકાના છોકરા સાથે જ લગ્ન કરી લીધા.

(પ્રતીકાત્મક તસ્વીર)

તો આ બાબતથી ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ શનિવારે યુવતીનું પૂતળું બનાવીને તેની શબયાત્રા કાઢી હતી. તેને સ્મશાન ઘાટ લઈને જઈને વિધિ વટ તેનો દાહ સંસ્કાર પણ કર્યો. આ ઘટનામાં દુઃખી થયેલા યુવતીના પિતા અને પરિવારજનોએ યુવતી સાથે દરેક સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી.

(પ્રતીકાત્મક તસ્વીર)

તો બીજી તરફ યુવતીની માતાની હાલત રડી રડીને ખરાબ થઇ રહી છે. પરિવારજનોનું કહેવું છે કે દીકરીના આવા કારસ્તાનથી સમાજમાં તેમની ઈજ્જત ઉપર કલંક લાગી ગયો છે. યુવતીના અંતિમ સંસ્કારમાં પણ ગ્રામજનો સાથે બીજા સંબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Image Source

ગામના લોકો અને સ્થાનિક લોકોનું માનવું છે કે આ બંને દ્વારા લેવામાં આવેલા નિર્ણયની સમાજ ઉપર ખરાબ અસર પડશે. લોકો હવે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીએ પોતાના કાકાના દીકરા સાથે જ જીવવા મરવાનો વાયદો કરી લીધો છે.

Niraj Patel