કૂતરાને તકલીફ આપી રહ્યો હતો આ વ્યક્તિ, એ જોઈને ગુસ્સે થઇ ગઈ ગાય, પછી લીધો એવો બદલો કે જીવનભર યાદ રાખશે, જુઓ વીડિયો

કૂતરાને હેરાન કરનારા આ વ્યક્તિ સાથે ગાય લેવા આવી બદલો, ભણાવ્યો એવો પાઠ કે જોઈને લોકોએ કહ્યું, “કર્મનું ફળ મળ્યું !” જુઓ

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાયરલ થતા વીડિયો જોઈને ઘણીવાર લોકો હેરાન રહી જતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવું એવું જોવા મળે છે જે જોઈને જ આપણા હોશ પણ ઉડી જાય, ત્યારે હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિનું કૂતરાને તકલીફ આપવું ભારે પડી ગયું.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ કૂતરાને તકલીફ આપી રહ્યો છે, કૂતરાને પડતી તકલીફના કારણે તે ચીસો પણ પાડી રહ્યું છે, આસપાસ કોઈ તેને બચાવવા માટે આવતું નથી, પરંતુ ત્યારે જ એવું બને છે જે જોઈને લોકોના પણ હોશ ઉડી ગયા અને આ ઘટનાને લોકો કર્મના ફળ સાથે જોડી રહ્યા છે.

કારણ કે આ વીડિયોની અંદર જ આગળ જોવા મળી રહ્યું છે કે કૂતરાને પડતી તકલીફના કારણે એક ગાય ગુસ્સે ભરાય છે અને તે ગુસ્સામાં જ આવીને તે વ્યક્તિ ઉપર હુમલો કરીને કૂતરાને તે વ્યક્તિના દર્દમાંથી મુક્તિ અપાવે છે. કુતરાના બે કાન પકડી અને તે વ્યક્તિ કૂતરાને પીડા આપતો હોય છે ત્યારે જ ગાય દોડીને આવે છે અને તે વક્તિના હાથમાં કૂતરાને ફેંકાવી અને તે વ્યક્તિને જમીન ઉપર પાડી શીંગડાથી હુમલો કરે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો તેને કર્મનું ફળ જણાવી રહ્યા છે, તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે દર્દની ભાષા દરેકને સમજ આવે છે. વાચા ના હોવા છતાં પણ ગાય બીજા મૂક પ્રાણીનું દર્દ સમજી ગઈ અને તે વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો. ઘણા લોકો કોમેન્ટ કરીને પણ આ ઘટના વિશે જણાવી રહ્યા છે.

Niraj Patel