OMG ! કોરોનાની વેક્સિન લેતા જ બોલવા લાગ્યો 5 વર્ષ પહેલા અવાજ ગુમાવેલ વ્યક્તિ- વિગત જાણીને લાગશે નવાઇ

જ્યાં લોકોમાં હજુ પણ કોરોનાની રસી અંગે શંકા છે અને કેટલાક લોકો હજુ પણ તેનાથી દૂર ભાગી રહ્યા છે, તો બીજી તરફ તેની સાથે જોડાયેલી એક એવી કહાની સામે આવી છે જેને સાંભળીને દરેક જણ હેરાન રહી જશે. 5 વર્ષ પહેલા અકસ્માતમાં પોતાનો અવાજ ગુમાવનાર અને છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ પથારીવશ રહેલા એક વ્યક્તિએ જ્યારે કોરોનાની રસી લીધી ત્યારે તેના શરીરમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. રસી લગાવતાની સાથે જ વ્યક્તિ બોલવા લાગ્યો અને તેનું શરીર સંપૂર્ણ રીતે જીવંત થઈ ગયું. રસીની સકારાત્મક આડઅસરનો આ મામલો ઝારખંડનો છે, જ્યાં આ ઘટના બાદ ડૉક્ટરો પણ હેરાન છે.

તસવીર સૌજન્ય : હિન્દુસ્તાન

હિન્દુસ્તાન મીડિયાના રીપોર્ટ અનુસાર, બોકારો જિલ્લાના પેટારવાર બ્લોકની ઉત્સારા પંચાયત હેઠળના સલગાદિહ ગામના 55 વર્ષીય દુલારચંદ મુંડા એક અકસ્માત બાદ પાંચ વર્ષ સુધી જીવન સામે લડી રહ્યા હતા. દુલારચંદ મુંડા લગભગ પાંચ વર્ષ પહેલા એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર બાદ તેઓ સાજા થઈ ગયા, પરંતુ તેમના શરીરના ઘણા ભાગોએ એક સાથે કામ કરવાનું બંધ કરી દીધું. આ સિવાય તેમનો અવાજ પણ બંધ થઇ ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર

પરિવારજનોના જણાવ્યા મુજબ દુલારચંદનું જીવન છેલ્લા કેટલાક સમયથી ખાટલા પર પસાર થઈ રહ્યું હતું. તે બરાબર બોલી શકતા પણ ન હતા. જ્યારે દુલારચંદને કોરોનાથી બચાવવાની ઝુંબેશના ભાગરૂપે કોવિશિલ્ડ રસી આપવામાં આવી ત્યારે રસી લીધા પછી માત્ર તેમનો લથડતો અવાજ સુધર્યો અને સાથે સાથે તેમના શરીરને નવું જીવન પણ મળ્યું.

પ્રતિકાત્મક તસવીર

પંચાયતના વડા સુમિત્રા દેવી સહિત ઘણા લોકોએ આ ફેરફારને રસીની અસર ગણાવી છે. આ અંગે જ્યારે ડોકટરો સાથે વાત કરવામાં આવી તો મેડિકલ ઈન્ચાર્જ ડો. અલબેલ કેરકેટાએ જણાવ્યું કે 4 જાન્યુઆરીએ દુલારચંદને તેમના ઘરે આંગણવાડી કેન્દ્ર દ્વારા રસી આપવામાં આવી હતી, તેના એક દિવસ પછી એટલે કે 5 જાન્યુઆરીથી તેના નિર્જીવ શરીરમાં હલનચલન શરૂ થયું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, દુલારને કરોડરજ્જુમાં સમસ્યા હતી, જેના કારણે તે લાંબા સમયથી પથારીમાં હતો. ડોકટરો પણ રસી લગાવ્યા પછી શરીરમાં થતી હલનચલન વિશે સંશોધન અને તપાસનો વિષય જણાવી રહ્યા છે. સિવિલ સર્જન ડૉ. જિતેન્દ્ર કુમારે પણ આને આશ્ચર્યજનક ઘટના ગણાવી છે.

Shah Jina