ભારતમાં વેક્સિનનો સ્ટોકને લઈને આવ્યા ખરાબ સમાચાર

દેશભરમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ વેક્સિન લગાવવાનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે એક હેરાન કરી દેનારી ખબર સામે આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશના ઘણા રાજ્યોમાં વેક્સિનનો સ્ટોક માત્ર 5.5 દિવસનો જ બચ્યો છે.

જો કે સારી વાત એ છે કે આવતા અઠવાડીયા દરમિયાન બધા જ રાજ્યોમાં વેક્સિન પહોંચવાની છે. ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગણી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાના હવાલે કહેવામાં આવ્યું છે આંધ્ર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં બે દિવસથી પણ ઓછો સ્ટોક બચ્યો છે. ઓડિશામાં મુશ્કેલથી વેક્સિન ચાર દિવસ ચાલી શકે છે. તો બીજા પણ ઘણા રાજ્યોમાં હાલત એવી છે.

સમગ્ર દેશમાં એપ્રિલથી રોજ ઓછામાં ઓછા 36 લાખ ડોઝ લગાવવામાં આવી રહ્યા છે. ભારતમાં હાલમાં 2 કરોડ વેક્સિનનો સ્ટોક બાકી છે. એટલે કે આવતા 5.5 દિવસ સુધી તે વધુ ચાલી શકે છે. આંકડા પ્રમાણે આવતા એક અઠવાડિયા દરમિયાન રાજ્યોને 2 કરોડ 45 લાખ ડોઝ બીજા મળશે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે રાજ્યો સાથે વાતચીત બનાળ દરેક ચોથાથી આઠમા દિવસની વચ્ચે વેક્સિનનો સ્ટોક મોકલવામાં આવી રહ્યો છે.

આંધ્ર પ્રદેશમાં 1.4 લાખ ડોઝ બાકી છે. જેના કરે તે હજુ બે દિવસ ચાલી શકશે. અહીંયા દરરોજ 1.1 લાખ લોકોને વેકિસન આપવામાં આવી રહી છે. તો બિહારમાં 2.6 લાખ ડોઝ બાકી છે. અહીંયા લગભગ 1.7 લાખ વેક્સીન દરરોજ લગાવવામાં આવી રહી છે. સૌથી સારી હાલત તામિલનાડુની છે. અહીંયા 17 લાખ સ્ટોક બાકી છે. અહીંયા લગભગ 37 હજાર વેક્સિનના ડોઝ રોજ લગાવવામાં આવે છે.

Niraj Patel