WHOએ જણાવ્યુ ઘાતક કોરોનાથી બચવા માટે શુ ખાવું જોઇએ અને શુ નહિ, જાણો

દેશમાં કોરોનાનું સંક્રમણ એકવાર ફરી ખતરનાક રૂપ લઇ રહ્યુ છે, ત્યારે થોડી લાપરવાહી આ મહામારી દરમિયાન ચિંતા વધારી શકે છે. કોરોનાના વધતા કહેરને ધ્યાને લઇને વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું જોઇએ, તેમજ આ સાથે સાથે ખાવા પીવા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ.

WHOએ જણાવ્યુ કે, કોરોના સંક્રમણથી બચાવ માટે તમારે કેવી રીતનું ડાયટ ફોલો કરવું જોઇએ. ગયા વર્ષે માં જયારે કોરોના સંક્રમણની શરૂઆત થઇ હતી ત્યાર WHOએ જણાવ્યુ હતુ કે ખાવા-પીવામાં સાવધાની રાખવી જોઇએ. તમારે તમારા ડાયટમાં કેટલાક તાજા ફળ અને અનપ્રોસેસ્ટ ફૂડ સામેલ કરવા જોઇએ જેનાથી તમને જરૂરી વિટામીન, મિનરલ્સ, ફાઇબર પ્રોટીન અને એંટીઓક્સિડન્ટ મળી શકે.

વધારે ફળ અને શાકભાજી, દાળ, બીન્સ જેવી ફળિયા, નટ્સ અને અનપ્રોસેસ્ડ મક્કા, બાજરી, ઓટ્સ, ઘઉં, બ્રાઉન રાઇસ, જડવાળા શાકભાજી જેમ કે બટાટા, શકરિયા અને અરબી ખાવા જોઇએ. આ ઉપરાંત બીટ, માછલી ઇંડા અને દૂધને પણ સામેલ કરવા જોઇએ.

કોરોના એકબીજાને સંપર્કમાં આવવાથી ઝડપથી ફેલાય છે. તે જ કારણે બહારના ખાવાથી બચવું જોઇએ. પાણી શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને વિષાક્ત પદાર્થોને શરીરથી બહાર નીકાળે છે. 8થી10 ગ્લાસ પાણી જરૂર પીવો. પાણી ઉપરાંત ફળો અને શાકભાજીઓનો જ્યુસ તેમજ લીંબુ પાણી પણ પી શકો છો.

એવા ઘણા લોકો છે, જે પહેલાથી કોરોના વાયરસથી જઝૂમી રહ્યા છે. એવામાં કોરોનાના દર્દીઓને માનસિક રૂપથી સ્વસ્થ રહેવું જોઇએ.

કોરોનાના વધતા સંક્રમણને જોતા શરીરમાં ઇમ્યુન સિસ્ટમને ઠીક કરવા માટે દિવસમાં ઓછામાં ઓછા એક કપ ફળ, 2.5 કપ શાકભાજી, 180 ગ્રામ અનાજ અને 160 ગ્રામ મીટ ખાવું જોઇએ. સાંજના સમયે ભૂખ લાગવા પર સલાડ કે તાજા ફળ ખાવા જોઇએ.

Shah Jina