સીમંતના પ્રસંગમાં આ કપલે કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે લૂંટી લીધી બધી લાઇમ લાઈટ, વાયરલ થયો તેમનો ડાન્સ વીડિયો, જુઓ

ખોળો ભરવા દરમિયાન છવાઈ ગયું આ કપલ, “મેરી જાન..” ગીત પર કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે લોકો પણ જોતા જ રહી ગયા… જુઓ વીડિયો

આપણા દેશમાં કોઈપણ ખુશીનો પ્રસંગ હોય લોકો ડાન્સ જરૂર કરતા હોય છે. વળી હાલ લગ્નના માહોલ વચ્ચે પણ ઘણા ડાન્સ વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ઘણીવાર કોઈ પાર્ટીમાં કે ફંક્શનમાં પણ ઘણા લોકો એવો શાનદાર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લેતા હોય છે. હાલ એવા જ એક લગ્નનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ડાન્સ વીડિયો કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ પાર્ટીનો નહિ પરંતુ સીમંત વિધિ દરમિયાનનો છે. જેમાં એક કપલ કિંગના ખુબ જ પોપ્યુલર ગીત “મેરી જાન તુને મુજકો પાગલ હે કિયા” પર જબરદસ્ત ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે. તેમને એવો ગજબનો ડાન્સ કર્યો કે લોકો પણ તે જોઈને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલાએ પીળા રંગની સાડી પહેરી છે અને યુવક કુર્તો અને પાયઝામો પહેરીને તેની સાથે ઉભો છે. આ જોડી ગીત વાગતાની સાથે જ ઉભા થાય છે અને મહેમાનોની સામે જ જબરદસ્ત સ્ટેપ લઈને ડાન્સ કરવામાં મશગુલ થઇ જાય છે. તેમના ડાન્સ મૂવ્સ એવા છે જે તેમને જોઈને કોઈપણ પ્રભાવિત થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by (@dimplebrahmbhatt_)

ખોળો ભરવાની વિધિ દરમિયાન કપલે કરેલા ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થયો છે. જેને પણ આ વીડિયોને જોયો તે આ કપલની પ્રસંશા કરતા થાકતા નથી. ઘણા બધા લોકો કોમેન્ટ કરીને તેમના ડાન્સને ખુબ જ શાનદાર કહી રહ્યા છે. આ વીડિયોને ડિમ્પલ બ્રહ્મભટ્ટ નામના યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને 54 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Niraj Patel