પ્રેમ આંધળો હોય છે એ કહેવત કેટલીક ઘટના બાદ સાચી લાગે છે. પ્રેમ માણસને કંઇ પણ કરાવે છે અને તે જ સાબિત કર્યુ છે મેલબર્નના આ કપલે… આ કપલે તેમના લગ્નનો ગયા વર્ષે વિચાર કર્યો પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તે શક્ય બન્યુ નહિ.
જો કે, આ કપલે યુનિક લગ્ન કરવાનું નક્કી કર્યુ અને તેમણે આ વર્ષે લગ્ન માટે વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ બુક કરાવી અને સિડની જતા 40 હજાર ફૂટની ઉંચાઇએ લગ્ન કર્યા.
Elaine Tiong અને Luke Serdar નામના આ કપલે ઓસ્ટ્રેલિયામાં એક યુનિક લગ્નનો કન્સેપ્ટ ઉભો કરી દીધો છે. તેમની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
પહેલાં તેઓ 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના હતા, પરંતુ ત્યારે વિક્ટોરિયા શહેરમાં 5 દિવસના લોકડાઉનના કારણે તેમણે લગ્ન પોસ્ટપોન કરવા પડ્યા.
તેમને કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે ફ્લાઈટમાં કિસ કરવાની મંજૂરી મળી ન હોતી. ફ્લાઈટમાં તેમણે માસ્ક લગાવીને રાખ્યુ હતુ. સિડની પહોંચ્યા બાદ તેમણે માસ્ક ઉતાર્યુ અને ફોટોશૂટ કરાવ્યું.
Elaine Tiongએ એક વી નેક ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે ફૂલનો ગુલદસ્તો હતો. આ સાથે જ Luke Serdarએ સૂટ પહેર્યો હતો અને બંનેએ સેફટી માટે માસ્ક પૂરા સમય સુધી કેરી કર્યુ હતું.