ફ્લાઇટમાં 4 કલાક સુધી અતરંગી ઢંગથી એકબીજાને ચીપકીને સૂતુ રહ્યુ કપલ…વાયરલ થઇ તસવીરો તો લોકોનો ફૂટ્યો ગુસ્સો

હવામાં ઊડતી ફ્લાઇટમાં એકબીજાને ચિપકીને ગંદી હરકત કરતુ ઝડપાયું આ કપલ, જુઓ નીચે

આજકાલ લોકો જાહેર સ્થળોએ કોઈ પણ પ્રકારનું શરમજનક કે અશ્લીલ કૃત્ય કરતા જરા પણ અચકાતા નથી. ઘણી વખત તો એવું બને છે કે સામે બેઠેલા લોકોને નીચે જોવું પડે છે પણ એમને કોઇ જાતની શરમ નથી આવતી. ઘણીવાર લોકલ ટ્રેન અને મેટ્રો ટ્રેનમાંથી આવી ખબરો સામે આવે છે. પરંતુ તાજેતરનો કેસ તો ફ્લાઇટની અંદરનો છે. એક કપલ ત્રણ સીટ પર એવી રીતે સૂઈ રહ્યું હતુ કે જાણે તેમનો બેડરૂમ હોય.

@babyibeenajoint નામના ટ્વિટર હેન્ડલથી કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે જેના કેપ્શનમાં લખ્યું છે- ‘4 કલાકની ફ્લાઈટમાં મારે શું જોવું પડ્યું. જણાવી દઇએ કે, કરોડો લોકોએ આ પોસ્ટ જોઈ છે અને સેંકડો લોકો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ તેને કપલનું સસ્તું કામ ગણાવ્યું હતું. કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આવી સ્થિતિમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્સ કેમ કંઈ નથી કરી રહ્યા ?

એક યુઝરે લખ્યું – ઘણા લોકોને પ્લેનમાં રડતા બાળકોની સમસ્યા હોય છે. જણાવી દઇએ કે આ પહેલો કિસ્સો નથી, પરંતુ આ પહેલા પણ ફ્લાઈટમાં અશ્લીલતા અને ગેરવર્તણૂક જેવા કિસ્સા બની ચૂક્યા છે. ગયા ફેબ્રુઆરીમાં દાર્જિલિંગની એક 26 વર્ષીય મહિલાએ દાવો કર્યો હતો કે ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે એક સાથી યાત્રીએ તેની છેડતી કરી હતી,

આરોપીએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવા છતાં બાગડોગરામાં ફ્લાઇટના ક્રૂ મેંબર્સ અને CISF કર્મચારીઓએ કથિત રીતે પીડિતાને ફરિયાદ દાખલ કરતા અટકાવી હતી. જો કે, એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેબિન ક્રૂએ પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો.

Shah Jina