અજબ પ્રેમની ગજબ કહાની: પાંચ બાળકોના માતા-પિતાને એક મહિલા સાથે થયો પ્રેમ, હવે આવી આ ચોંકાવનારી હકીકત સામે

સોશિયલ  મીડિયા અને હકીકતમાં આપણે ઘણી પ્રેમ કહાનીઓ જોઈ છે, સાંભળી છે. ઘણી પ્રેમ કહાનીઓ ખરેખર હેરાન કરી દેનારી હોય છે. પરંતુ હાલમાં જે કહાની સામે આવીરહી છે તે સાંભળીને તમે પણ કહેશો કે આવું તો કઈ હોતું હોય ??? (Image Credit: instagram/threestylelife)

આ કહાની સામે આવી છે અમેરિકાના કેલિફોર્નિયા માંથી. જ્યાં 24 વર્ષના જેનિફર આર્મસ્ટીડ અને તેના પતિ લૈરેન આર્મસ્ટીડની છે. તેમના જીવનમાં હવે ત્રીજી મહિલા આવી ગઈ છે, જેનું નામ છે એમીયા મુન્નીધમ.

જેનિફર અને લૈરેનના 5 બાળકો છે અને  હવે તેમના ઘરે છઠ્ઠું બાળક આવવાનું છે. પરંતુ આ બાળક જેનિફર અને લૈરીનનું નથી. પરંતુ લૈરીન અને એમિયાનું છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા લૈરીન અને એમિયાની મુલાકાત સોશિયલ સાઈટ ઉપર થઇ હતી. બંને વચ્ચે મિત્રતા થઇ અને તેઓ એકબીજાની નજીક આવી ગયા.

ત્યારબાદ લૈરીને એમિયાને પોતાની પત્ની જેનિફર સાથે મળાવી. ત્યારબાદ જેનિફર અને એમીયા પણ એકબીજાની નજીક આવી ગયા અને હાલ ત્રણેય પોતાના પાંચ બાળકો સાથે એક જ ઘરમાં રહેવા લાગ્યા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આ કપલની મુલાકાત એમીયા સાથે થઇ ત્યારે તેમને પોતાના જીવનમાં ક્યારેય ત્રીજી વ્યક્તિ વિશે નહોતું વિચાર્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમીયા પહેલા પણ કોઈ કપલ સાથે સંબંધમાં રહી ચુકી છે.

હાલમાં અમેલિયા 5 અઠવાડિયાની પ્રેગ્નેન્ટ છે. સમગ્ર પરિવાર નવા મહેમાનને લઈને ખુબ જ ઉત્સાહિત છે. કપલનું કહેવું છે કે અમારા ત્રણેયમાં કોઈ મામલાને લઈને કોઈ ઈર્ષા નથી.

Niraj Patel