...
   

લગ્નમાં “બીડી જલાઇલે..” ગીત પર આ પાકિસ્તાની કપલે કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે જોનારાની આંખો પણ થઇ ગઈ ચાર, જુઓ વીડિયો

પાકિસ્તાનની ડાન્સિંગ ગર્લ આયેશા બાદ ડાન્સ કરતું વધુ એક કપલ વાયરલ… બોલીવુડના ગીત પર એવો ડાન્સ કર્યો કે કેમેસ્ટ્રી જોઈને જ લોકો દિલ દઈ બેઠા.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નમાં થતા ડાન્સના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં વર-કન્યાના મિત્રો ઘણીવાર ડાન્સ કરીને માહોલ જમાવી દેતા હોય છે, તો ઘણીવાર વર કન્યા પોતે પણ ડાન્સ દ્વારા ધૂમ મચાવે છે. ઘણીવાર લગ્નમાં ઘરના વડીલો દ્વારા પણ ડાન્સ કરવામાં આવતા હોય છે અને તેના વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલમાં એક વીડિયો આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કપલ બીડી જલાઇલે પિયા ગીત પર ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પણ બોલીવુડના ગીતોને ખુબ જ પંસદ કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ લતા મંગેશકરના ગીત પર ડાન્સ કરનારી પાકિસ્તાનની આયેશા ખુબ જ વાયરલ થઇ હતી.

ત્યારે હવે આ કપલની પણ ચર્ચાઓ ચારેબાજુ થતી જોવા મળી રહી છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સફેદ વાળ અને દાઢી વાળો વ્યક્તિ એક મહિલા સાથે “ઓમકારા” ફિલ્મના સુપરહિટ ગીત “બીડી જલાઇલે” પર તાલમાં તાલ મિલાવીને ડાન્સ કરી રહ્યો છે. બંને પોતાની ભરપૂર એનર્જી સાથે જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.

મહિલાએ નારંગી રંગનો શરારા પહેર્યો છે તો વ્યક્તિ કુર્તા અને પાયજામામાં જોવા મળી રહ્યો છે. ડાન્સ મૂવ્સથી પણ વધારે તેમની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. વીડિયો શેર કરતા યુઝર્સે લખ્યું, “કેટલું પાવરફુલ પર્ફોમન્સ… બંનેએ ડાન્સ ફ્લોર પર ખુબ જ ધૂમ મચાવી.” આ વીડિયોને અત્યાર સુધી 33 લાખ કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel