લગ્નની અંદર નાન બનાવતી વખતે આ વ્યક્તિએ કર્યો મોઢાની લાળનો ઉપયોગ, વીડિયો વાયરલ થતા જ લોકોને આવ્યો ગુસ્સો, જુઓ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે, ત્યારે લગ્નની અંદર જમણવારનું પણ ખુબ જ મહત્વ હોય છે, દરેક વ્યક્તિ પોતાના લગ્નની અંદર જમણવાર ખાસ બનાવવા માંગતો હોય છે, કારણ કે લગ્નનું મુખ્ય આકર્ષણ જમણવાર હોય છે. ત્યારે જમણવારની અંદર આવેલા રસોઈયા ઘણીવાર એવી હરકતો કરે છે જેના કારણે લોકોને પણ ગુસ્સો આવી જાય.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લગ્નની અંદર નાન બનાવી રહ્યો છે, પરંતુ નાન બનાવવા માટે તે પોતાના મોઢાના થૂંકનો ઉપયોગ કરી રહ્યો છે. જેનો વીડિયો એક વ્યક્તિએ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હવે યુઝર્સ પણ આ વીડિયોને જોઈને ગુસ્સે ભરાઈ રહ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ મામલો ગાઝિયાબાદમાંમાંથી સામે આવ્યો છે. જ્યાં એક માણસ રસોઈ કરતી વખતે લાળનો ઉપયોગ કરીને નાન બનાવતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ નાન બનાવતી વખતે તેની લાળ ભેળવતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પાયે શેર થઈ રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ વ્યક્તિ સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

યુપીનું ગાઝિયાબાદ ફરી એકવાર ચર્ચામાં છે. ગાઝિયાબાદના મોદીનગરમાં એક વ્યક્તિ પોતાની લાળથી નાન બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ગોવિંદપુરી કોલોનીમાં એક લગ્ન સમારંભનો છે. લગ્ન સમારોહમાં માણસ નાન બનાવવા માટે તેની લાળનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. આરોપીને નાનમાં લાળ ભેળવતા જોઈને કોઈએ વીડિયો શૂટ કર્યો છે.

વીડિયોને જોઈને નેટીઝન્સ ગુસ્સે થયા છે જેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જો કે પોલીસે યુવકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. વીડિયોમાં આરોપી તંદૂર પર નાનને શેકતા પહેલા તેના પર લાળ નાખીને નાન બનાવતો જોઈ શકાય છે. આ વીડિયો બે દિવસ પહેલાનો છે અને હવે વાયરલ થયો છે.

આ પહેલા પણ ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ બની છે. ગયા વર્ષે દૌસા બંજરપુર ગામમાંથી લોકો નાન લોટ પર થૂંકતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આમાં પણ નાન બનાવતી વખતે થૂંકતા લોકોનો વીડિયો વાયરલ થયો હતો. જો કે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

Niraj Patel