કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચેના ભીતચિત્રોના વિવાદ બાદ હવે કુંડળ મંદિરમાં પણ વિવાદ…નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા જોવા મળ્યા હનુમાનજી

Controversy In Kundal Temple After Salangpur : હાલ રાજ્યમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચેના ભીતચિત્રોનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે, અને સમવાનું નામ નથી લઇ રહ્યો ત્યાં વધુ એક વિવાદ સર્જાયો છે.

સાળંગપુર બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ
કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં જે હનુમાનજીની મૂર્તિ મુકવામાં આવી છે હવે તેને લઇને વિવાદ સર્જાયો છે. વિવાદ એવો છે કે હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરી રહ્યા હોય તેમ દર્શાવવામાં આવ્યા છે.

નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા
જણાવી દઇએ કે, કુંડળ ધામ મંદિર કારેલીબાલ સ્વામિનારાયણ મંદિર વડોદરા દ્વારા સંચાલિત છે. જ્યાં હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી છે ત્યાં એકબાજુ એવુ બોર્ડ મરાયુ છે કે, શ્રીનીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજી મહારાજ.

હનુમાનજીના કપાળ પર તિલકને લઇને પણ ભારે ચર્ચા
કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં જતા રસ્તાની બાજુમાં નીલકંઠવર્ણીની અનેક વાત મૂર્તિયો દ્વારા જણાવવામાં આવી છે. ત્યારે હવે આ મામલે હાલ વિવાદ વકર્યો છે. આ સાથે જ વિશાળ મૂર્તિમાં હનુમાનજીના કપાળે જે તિલક બનાવવામાં આવ્યુ છે તેને લઇને ભારે ચર્ચાઓ જાગી છે.

Shah Jina