પત્ની વારંવાર કરી રહી હતી ફોન કટ, જવાબ પણ આપતી નહોતી, પછી સિપાહીએ SSPને લખ્યો એવો પત્ર કે સોશિયલ મીડિયામાં મચી ગયો હડકંપ, જુઓ

ગયા મહિને જ થયા લગ્ન અને પતિને રજાઓ ના મળવા પર નારાજ થઇ ગઈ પત્ની, પછી પતિએ રજા માંગવા માટે લખ્યો એવો પત્ર કે થઇ ગયો વાયરલ… જુઓ

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતે બોલચાલ થતી રહે છે. તેમની વચ્ચે રિસામણા અને મનામણાં પણ ચાલ્યા કરે છે. પરંતુ ઘણીવાર મામલો ઘણો ગંભીર બની જતો હોય છે. તેમાં પણ નોકરી કરતા લોકો માટે અને પોલીસની ડ્યુટી સાથે જોડાયેલા લોકો માટે તો થોડું વધારે મુશ્કેલ બની જાય છે. આ દરમિયાન જ એક પોલીસ સિપાહીનો આ મામલે એક લેટર વાયરલ થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નૌતનવાં પોલીસ સ્ટેશન વિસ્તારના પીવીઆરમાં ફરજ બજાવી રહેલા સિપાહી ગૌરવ ચૌધરીએ SSPને એક એવો પત્ર લખ્યો જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં છે. વાયરલ થયેલા આ આવેદન પત્રમાં અધિક પોલીસ અધિક્ષક આતિશ સિંઘને કોન્સ્ટેબલ દ્વારા કરુણ આવેદન પત્રમાં રજાની માંગણી કરવામાં આવી છે.

ગૌરવે લખ્યું છે કે ગયા મહિને તેનું આણું થયું હતું. તેને રજા મળતી ન હતી, તેનાથી તેની પત્ની ગુસ્સે થઈ ગઈ હતી. કોન્સ્ટેબલનો ફોન આવે ત્યારે પણ તે વાત કરતી નથી. આટલું જ નહીં જયારે તે ફોન કરે છે ત્યારે વાત કર્યા વગર જ તે તેની માતાને ફોન આપી દે છે. પત્નીની નારાજગીને કારણે કોન્સ્ટેબલ ગૌરવ ચૌધરીએ પ્રાર્થના પત્ર દ્વારા એડિશનલ એસપી પાસેથી રજા માટે પ્રાર્થના કરી હતી.

જેના પછી અધિક પોલીસ અધિક્ષકે કોન્સ્ટેબલને 5 દિવસની કેઝ્યુઅલ લીવ મંજૂર કરી હતી. તે જ સમયે, ગૌરવ દ્વારા લખાયેલો પત્ર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નૌતનવા પોલીસ સ્ટેશન વિસ્તારના PRB પર તૈનાત કોન્સ્ટેબલ ગૌરવ ચૌધરી 2016 બેચનો છે. તે મઉ જિલ્લાનો રહેવાસી છે. હાલમાં તે ભારત-નેપાળ સરહદના નૌતનવાન પોલીસ સ્ટેશનના પીઆરબીમાં તૈનાત છે. કોન્સ્ટેબલ ગૌરવ ચૌધરીના ગયા મહિને લગ્ન થયા હતા. વિદાય બાદ તે પત્નીને ઘરે મૂકીને ફરજ પર ગયો હતો.

Niraj Patel