2 દિવસ પહેલા વસ્ત્રાપુરના કોન્સ્ટેબલે આત્મહત્યા કરી, હવે રાજકોટમાં પોલીસ જવાને ડ્યુટી પુરી કર્યા પછી ઝેરી દવા ગટગટાવી લીધી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ નોકરી ધંધામાં હેરાનગતિના કારણે જીવન ટૂંકાવતા હોય છે. તો ઘણીવાર કોઈ લગ્ન સંબંધોમાં આવેલી ખટાશના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક પોલીસકર્મીએ પોતાના પરિવાર સાથે મોતને વહાલું કર્યું હતું, એ ઘટનાએ પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી હતી, ત્યારે હવે વધુ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે.

રાજકોટમાં પણ એક પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કરતા જ ચકચારી મચી ગઈ હતી. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસ હેડક્વોર્ટરમાં ફરજ બજાવતા જવાન પ્રકાશભાઈ પારધીએ પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તે પોતાના ઘરે થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેની જાણ પરિવારને થતા જ તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પ્રકાશના ભાઈને પિતા દેવજીભાઈ મીડિયા સાથે વાત કરી હતી અને આપઘાત પાછળનું સંભવતઃ કારણ પણ તેમને જણાવ્યું હતું.

દેવજીભાઈએ જણાવ્યું હતું કે પ્રકાશના લગ્ન થયા બાદ તેની પત્ની બે મહિના જેટલો સમય જ સાસરિયામાં વિતાવ્યો. જેના બાદ તે તેના પિયર ચાલી ગઈ હતી અને પછી પરત ના આવી. આજથી બાર મહિના પહેલા બંનેના છૂટાછેડા પણ થઇ ચુક્યા હતા. તેમને એમ પણ જણાવ્યું કે જયારે પ્રકાશે દવા પીધી ત્યારે તે સ્ટેશનમાં હતો અને દવા પિતા પહેલા તેને કોઈ સ્ત્રી સાથે વાત પણ કરી હતી. સંભવતઃ તેને તેની પૂર્વ પત્ની સાથે વાત કરી હોઈ શકે છે.

ત્યારે આ મામલે હવે પ્રકાશભાઈ ભાનમાં આવ્યા બાદ જ તેમનું નિવેદન લઈ શકાશે. અને ત્યારબાદ જાણી શકાશે કે આખરે પ્રકાશભાઈ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો હતો. આપઘાત માટે તેમની પૂર્વ પત્ની જવાબદાર છે જે કે પછી અન્ય કોઈ એ વાત હવે પ્રકાશભાઇના ભાનમાં આવ્યા બાદ જ માલુમ પડશે.

Niraj Patel