વાયરલ

આવો અખંડ બાઈક ડ્રાઈવર આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, સ્ટન્ટ કરવા જતા બગડી ગયું બેલેન્સ છતાં કર્યું એવું કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં સ્ટન્ટ કરતા લોકોના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કાર અને બાઈક સાથે જાત ભાતના સ્ટન્ટ પણ કરતા હોય છે, પરંતુ આવા સ્ટેન્ટના કારણે ઘણીવાર તેમનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે, આવા જ સ્ટન્ટના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગૂમાવ્યો છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક સ્ટંટમેનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે વ્યક્તિ ચાલુ બાઇકે સ્ટન્ટ બતાવવા માટે જાય છે પરંતુ તેની સાથે એક કાંડ થઇ જાય છે અને તેનો જીવ જોખમમાં મુકાતા મુકાતા બચી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઈને ઘણા લોકો હેરાન પણ રહી ગયા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાઈક સવાર કોઈપણ જાતના સુરક્ષા ઉપકરણ વિના બાઇક પર સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે. તમે જોઈ શકો છો કે બાઇક ચલાવતી વખતે તે અચાનક આગળનું વ્હીલ ઉંચકે છે. જો કે આ પછી યુવક સંતુલન બનાવી શકતો નથી અને તેની હાલત વધુ બગડતી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે પડી જ જવાનો હોય છે, પરંતુ ત્યારે જ તે પડતા પડતા બચી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Asikin Ali (@asikin_ali_07_g_k)

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકનું સંતુલન ખોરવાઈ ગયું હોવાથી જો તે પોતાની જાતને સંભાળી ન શક્યો હોત તો ચોક્કસથી તેને ગંભીર ઈજા થઈ હોત. તમે જોઈ શકો છો કે યુવકે હેલ્મેટ પણ પહેર્યું નથી. હેલ્મેટ ન પહેરવાના કિસ્સામાં જોખમ વધુ વધી જાય છે. જો સહેજ પણ ચૂક થઇ ગઈ હોત તો તેનો જીવ પણ ચાલ્યો ગયો હોત. આ વીડિયોને જોઈને બાઈક સવાર ઉપર લોકો પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. ગુજ્જુરોક્સ આવા કોઈ સ્ટન્ટને પ્રોત્સાહિત નથી કરતું.