રાતના અંધારામાં જાહેર રસ્તા ઉપર જ યુવકે છોકરીઓને જોઈને કરી અશ્લીલ કોમેન્ટ, પછી છોકરીઓએ એવો પાઠ ભણાવ્યો કે… જુઓ વીડિયોમાં

રસ્તા ઉપર લબરમૂછિયાએ શોર્ટ કપડાં પહેરીને નીકળેલી યુવતીઓ ઉપર કરી કોમેન્ટ, પછી યુવતીઓએ ચખાડ્યો એવો મેથીપાક કે.. જુઓ વીડિયોમાં

દેશભરમાં મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘણીવાર મહિલાઓ રસ્તા ઉપર જતી હોય છે ત્યારે ઘણા લબરમૂછિયાઓ તેમને જોઈને અશ્લીલ કોમેન્ટ કરતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવકને છોકરીઓ ઉપર કોમેન્ટ કરવી ભારે પડી ગઈ.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે બે યુવતીઓ એક યુવકને કોલર પકડીને લાત અને ઘુસાથી મારી રહી છે. તો સામે એક યુવક હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળી રહ્યો છે. હજુ આ ઘટનાની ફરિયાદ પોલીસ સુધી નથી પહોંચી. આ મામલો બિલાસપુરના સિવિલ લાઈન વિસ્તારના મહારાણા પ્રતાપ ચોકનો જણાવવામાં આવી રહ્યો છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ગત સોમવારની મોડી રાત્રે ત્રણ ચાર યુવતીઓ શહેરથી તિફરા તરફ જઈ રહી હતી. ત્યારે જ યુવતીઓ કોઈ વાતને લઈને એકબીજા સાથે ઝઘડવા લાગી. ત્યારે જ ત્યાંથી પસાર થતા બાઈક સવાર છોકરાઓએ તેમના ઉપર કોઈ કોમેન્ટ કરી. બસ પછી યુવતીઓએ બાઈક સવારને ઉભો રાખ્યો અને ઝઘડો શરૂ થઇ ગયો.

આ બંને યુવતીઓએ હિંમત બતાવી અને છોકરાઓનો કોલર પકડી લાત અને ઘુસા મારવા લાગી. યુવતીઓની દબંગાઈ જોઈને એક યુવક હાથ જોડીને માફી પણ માંગવા લાગ્યો. યુવતીઓ દ્વારા આ હોબાળો મચાવ્યા બાદ યુવકો ત્યાંથી ભાગવા લાગ્યા, ત્યારે જ એક યુવતીએ એક યુવકને પકડી લીધો અને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત પણ કહેવા લાગી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો કોણે ઉતાર્યો હતો તેની હજુ પુષ્ટિ નથી થઇ રહી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવતીઓ પણ દારૂના નશામાં હતી. પરંતુ આ મામલો પોલીસ સ્ટેશન ના પહોંચ્યો હોવાના કારણે યુવતીઓની ઓળખ નથી થઇ શકી.

Niraj Patel