CMના નજીકના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત, નીલ ગાયને બચાવવાના ચક્કરમાં ઝાડ સાથે ટકરાઇ સ્કોર્પિયો, કારના ઉડી ગયા પરખચ્ચા

ણા લોકો મોતને ભેટતા હોય છે, તો ઘણા ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઓએસડી મોતીલાલ સિંહનું રોડ અકસ્માતમાં મોત થયું હોવાની ખબર સામે આવી રહી છે. આ અકસ્માત બસ્તી જિલ્લાના મુંડરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના NH-28 ખજૌલામાં થયો હતો. પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર કાબુ બહાર જઈ ઝાડ સાથે અથડાઈ હતી. આ સ્કોર્પિયો વાહનમાં મોતીલાલ સિંહ તેમની પત્ની સાથે સવાર હતા અને ડ્રાઈવર વાહન ચલાવી રહ્યો હતો.

મોતીલાલ સિંહની પત્ની અને ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ છે, જેમને ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. મોતીલાલ સિંહની પત્નીની હાલત નાજુક છે. નીલગાયને બચાવવા જતા આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. તાજેતરમાં જ ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેમ્પ ઓફિસમાં તૈનાત પબ્લિક જનરલ રિડ્રેસલ ઓફિસર / OSD મોતીલાલ સિંહનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા બાદ મોતીલાલ સિંહ ગોરખનાથ મંદિરમાં જોડાયા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળતા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના લોકસુનાવણી કેન્દ્રમાં મોતીલાલ સિંહ બન્યા પહેલા ગોરખનાથ મંદિરના હિન્દુ સેવાશ્રમમાં કાર્યરત હતા. ઓએસડી તેઓ લોકોની સમસ્યાઓ સાંભળતા હતા. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને ગોરખપુર કેમ્પ ઓફિસમાં OSD બનાવ્યા. તેમનું કામ ગોરખનાથ મંદિરમાં લોકોની ફરિયાદો સાંભળવાનું હતું.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓએસડી મોતીલાલ સિંહ કોઈ કામ માટે લખનઉ આવી રહ્યા હતા. તે ગોરખપુરથી બસ્તી જિલ્લાના મુંડરવા સ્થિત NH પર પહોંચ્યો હતો,

જ્યારે એક પ્રાણી રસ્તા પર આવી ગયું, તેને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ અને આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે સ્કોર્પિયોના તો પરખચ્ચા ઉડી ગયા હતા. મોતીલાલ સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની અને ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી યોગીએ મોતીલાલ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સીએમ યોગીના કાર્યાલય તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુર રોડ અકસ્માતમાં મોતીલાલ સિંહના મોત પર શોક વ્યક્ત કર્યો છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. કેટલાક રીપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી ગોરખપુર જઈ શકે છે અને મોતીલાલ સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે.

Shah Jina