હિમાચલના ધર્મશાળામાં ફાટ્યું વાદળ: કેમેરામાં કેદ થયા ઘટનાના વીડિયો જુઓ તબાહીના ખૌફનાક વીડિયો

હિમાચલ પ્રદેશના ઘર્મશાળામાં વાદળ ફાટવાની ઘટનાએ જનજીવન અસ્ત-વ્યસ્ત કરી દીધુ છે. મોનસૂનના જોરદાર વરસાદ વચ્ચે મૈક્લોડગંજમાં સોમવારે વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ પેદા થઇ ગઇ છે. નદીઓ અને નાળાનું જલસ્તર એટલું વધી ગયુ છે કે, તેમાં કેટલાક વાહનો વહી ગયા છે.

સોશિયલ મીડિયા પર #cloudburst અને #dharmshala ટ્રૈંડ કરી રહ્યુ છે. આ હેશટેગ સાથે લોકો તબાહીની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. સાથે જ ધર્મશાળા અનો લોકોની સલામતીની પ્રાર્થની કરી રહ્યા છે.

પૂરને કારણે ભાગસૂ નાગમાં નાના નાળા ઓવરફ્લો થઇ ગયા છે. પાણી વધવાને કારણે નાળા વિકરાળ નદીમાં તબ્દીલ થઇ ગયા છે. નાળા પાસે આવેલ હોટલને ઘણુ નુકશાન થયુુ છે. ત્યાં અફરા તફરીનો માહોલ બનેલો છે.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે, પાણીના તેજ પ્રવાહને કારણે ગાડીઓ વહેતી જઇ રહ્યા છે.

રવિવારે રાતથી હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ગરમીથી રાહત મળવા સાથે લોકોને ઘણુ નુકશાન થયુ છે.

મેદાની વિસ્તારમાં પડી રહેલ ભયંકર ગરમીથી રાહત મેળવવા માટે લોકો આ દિવસોમાં ધર્મશાળાના ભાગસૂ નાગનો રૂખ કરી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં વાહન હાજર છે.

છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ વીકેંડ પર હિમાચલ પ્રદેશના મનાલી, મૈક્લોડગંજ, શિમલા, કેલોન્ગ, સિસ્સૂ, રોહતાંગ વગેરે જગ્યાએ ફરવા પહોંચ્યા છે. આ સ્થિતિમાં હિમાચલમાં અચાનક મોસમ બગડ્યુ અને આફતની સ્થિતિ બની ગઇ. જો કે, પૂરી ઘટનામાં કોઇના હતાહત થવાની સૂચના મળી નથી.

Shah Jina