CBSE બોર્ડ એક્ઝામના એક દિવસ પહેલા 18 વર્ષિય વિદ્યાર્થીની આંચલનું હાર્ટ એટેકથી મોત…તમારે બચવું હોય તો વાંચો ટિપ્સ

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સમેત દેશભરમાંથી હાર્ટ એટેકથી મોતની ખબર સામે આવી રહી છે અને આ સિલસિલો યથાવત પણ છે. ત્યારે હાલમાં જ એક ખબર સામે આવી કે CBSE બોર્ડની એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત થઇ ગયુ.

ધોરણ-12ની સીબીએસઈની પરીક્ષા શરૂ થાય એના આગળના દિવસે જ એક 18 વર્ષિય વિદ્યાર્થીનીને હાર્ટ અટેક આવ્યો અને તે પોતાનાં ઘરમાં જ ઢળી પડી, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી પણ સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ.

વિદ્યાર્થિનીને સારવાર માટે મહુ મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાઇ હતી. મોતના બીજા દિવસે આંચલ અવસ્થીનું પીએમ કરવામાં આવ્યું અને તેમાં તેનું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું કન્ફર્મ થયું. જણાવી દઇએ કે, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જે બોર્ડની પરીક્ષાને લઇને ખૂબ સ્ટ્રેસમાં હોય છે.

આ ઉપરાંત કેટલાક તો બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયા બાદ ડિપ્રેશનમાં આપઘાત જેવું પગલુ પણ ભરી લેતા હોય છે. કાં તો પછી ટોપની કોલેજ કે યુનિવર્સિટીમાં સારા માર્ક્સ છત્તાં પણ એડમિશન ન મળતા તેઓ નિરાશ થઈ જતાં હોય છે. પરીક્ષાના સમયે અને રિઝલ્ટ આવ્યા બાદ બાળક સ્ટ્રેસ ફ્રી રહે તે સુનિશ્ચિત શિક્ષકોની સાથે માતા-પિતાએ પણ કરવું જોઇએ.

Shah Jina