10 માંના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ મોટી ખુશખબરી, આ તારીખે જાહેર થવાનું છે પરિણામ, જુઓ કેવી રીતે જોઈ શકાશે ?

ધોરણ 10ના 8 લાખ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ આ તારીખે થશે જાહેર ? તમારું બાળક 10માં હોય તો જાણી લો કેવી રીતે જોવા મળશે રિઝલ્ટ ?

Class 10 result date announced : આપણે ત્યાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ખુબ જ મુશ્કેલ માનવામા આવે છે, જેમાં બાળકો સાથે વાલીઓને પણ આ પરીક્ષાની ચિંતા હોય છે, અને ઘણા બાળકો આ પરીક્ષામાં જળહળતી સફળતા પણ મેળવતા હોય છે, તો કોઈના ઓછા માર્ક્સ આવે છે અને કોઈ નાપાસ પણ થતા હોય છે, ત્યારે પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોતા હોય છે, આજે ધોરણ 12માના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું.

ત્યારે આ સાથે ધોરણ 10ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11 મે એ જાહેર થશે. 10 બોર્ડનું પરિણામ GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે.આ પરિણામ સવારે 8 કલાકે જોઈ શકશે. વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. આ સાથે વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ મળશે. માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ આજે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 9 કલાકે જાહેર કરવામાં આવ્યું.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું. 51.11 ટકા પરિણામ જાહેર થયું હતું.

Niraj Patel