સલમાન ખાનને એરપોર્ટ ઉપર રોકવા વાળા CISFના જવાનની કેવી હાલત થઇ? મળ્યું બહાદુરીનું ઇનામ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન હાલ તેની “ટાઇગર-3” ફિલ્મના શૂટિંગ માટે વિદેશમાં છે, ત્યારે વિદેશ જતા પહેલા જ તે એરપોર્ટ ઉપર સ્પોટ થયો હતો. આ દરમિયાન એરપોર્ટ ઉપર ફરજ બજાવી રહેલા સીઆઈએસએફના જવાને તેને રોક્યો હતો અને તેની પાસેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયામાં આ વીડિયોના વાયરલ થયા બાદ લોકો સીઆઇએસએફના જવાબ સોમનાથ મોહંતીની પ્રસંશા પણ કરી રહ્યા હતા, પરંતુ ગઈ કાલે એક ખબર આવી હતી કે પ્રોટોકોલના ઉલ્લંઘન કરવા બદલ સોમનાથ મોહંતીનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે, જેના બાદ લોકોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો.

પરંતુ હાલ ખબર આવી રહી છે કે CISFની તરફથી એક ન્યુઝ પોર્ટલની ખબરના કંટેટ ઉપર આપત્તિ વ્યક્ત કરતા ટ્વીટ કરવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે, “આ ટ્વીટમાં જણાવેલું કન્ટેન્ટ ખોટું છે અને તેમાં કોઈપણ હકીકત નથી. હકીકતમાં મામલાથી જોડાયેલા અધિકારીને કર્તવ્યના નિર્વહનમાં પ્રોફેશનલ વલણ રાખવા માટે ઉપયુક્ત રૂપથી પુરસ્કૃત કરવામાં આવ્યો છે. સીઆઈએસએફ દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.


ગઈકાલે મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સલમાન ખાનને એરપોર્ટ ઉપર સોમનાથ મોહંતીએ મીડિયા સાથે વાત કરી હતી. CISFએ સલમાનને એરપોર્ટ પર અટકાવનારા ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) સોમનાથ મહંતીનો ફોન જપ્ત કરી લીધો છે. વાયરલ ખબર અનુસાર સોમનાથ મહંતીએ સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવ્યો પછી મીડિયા સાથે આ અંગે વાતચીત કરી હતી. વાતચીત કરવી એ પ્રોટોકોલનો ભંગ છે. તે કોઈપણ મીડિયા સાથે વાત ના કરે તે માટે જ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવામાં આવ્યું હતું કે ભાઈજાન એરપોર્ટ આવે છે. તે જેવો કારમાંથી નીચે આવે છે, ફેન્સ આગળ પાછળ લટ્ટુ થઈને ફરે છે. પછી ભાઈજાન થોડીવાર ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપે છે. ત્યારબાદ તે એરપોર્ટની અંદર જાય છે. જોકે, અહીંયા CISFના જવાને દરવાજા આગળ સલમાનનું આઇડેન્ડિટી કાર્ડ ચેક કરવા માગ્યું હતું. આટલું જ નહીં તે ફોટોગ્રાફર્સને પણ દૂર જવાનું કહે છે.

Niraj Patel