આ સ્ટ્રીટ ફૂડ વેન્ડરે બનાવ્યા ચોકલેટ પરાઠા, જોઈને લોકોને પણ આવી ગયા કમકમીયા, કિસમિસ પણ અંદર ઉમેરી, તમે જ જુઓ તેનો વીડિયો
Chocolate Paratha viral : સોશિયલ મીડિયા પર ખાણીપીણીની લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની આ અંદર કેટલીક સ્વાદિષ્ટ નવી નવી વાનગીઓ પણ જોવા મળતી હોય છે અને તેને જોઈને આપણું પણ મન લલચાઈ જાય છે. તો ઘણીવાર કેટલીક વાનગીઓ સાથે એવા અખતરા પણ કરવામાં આવે છે જેને જોઈને આપણો પિત્તો પણ છટકી જતો હોય છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ચોકલેટ પરાઠા બનાવી રહ્યો છે.
ચોકલેટ પરાઠા :
પરાઠા સામાન્ય રીતે બટેટા અથવા પનીર ધરાવતી તેની સ્વાદિષ્ટ રેસીપી માટે જાણીતું છે. પરંતુ હવે ચોકલેટ પરાઠા યુઝર્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ચોકલેટ પરાઠાનો વીડિયો યમ્મી ઈન્ડિયા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આમાં, એક સ્ટ્રીટ વેન્ડર ચોકલેટ તોડીને ગરમ તવા પર ઓગળે છે. તે વધુ સારા સ્વાદની આશામાં કિસમિસ ઉમેરે છે.
અંદર ઉમેરી કિસમિસ :
આ પછી, તેને લોટવાળા બોલમાં ફેરવવામાં આવે છે. પછી તે ચોકલેટ અને કિસમિસના મિશ્રણથી ભરવામાં આવે છે. આ પરાઠાને તવા પર મૂકીને, એક ચમચી ઘી લગાવી બંને બાજુથી પકાવે છે. અંતે, પરાઠાના ચાર ટુકડા કરવામાં આવે છે અને બટાકાની કરી સાથે પીરસવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ પર ચોકલેટ પરાઠાના વીડિયો પર ફની કોમેન્ટ આવી રહી છે.
જોનારાનો છટક્યો પિત્તો :
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરી- કૃપા કરીને અમારું ભોજન બગાડો નહીં. અન્ય યુઝરે લખ્યું- ગરુડ પુરાણમાં આ માટે અલગથી સજા છે. ત્રીજા યુઝરે લખ્યું- સ્વાસ્થ્ય સાથે રમવું. ચોથા યુઝરે લખ્યું- જો તમારામાંથી કોઈ બ્લોગરનો પરિવાર આ વાનગીને મંજૂરી આપશે તો હું પણ બનાવીશ. પાંચમા યુઝરે લખ્યું – તેણે ગ્લોવ્સ પણ પહેર્યા ન હતા, જે પોતાનામાં ખરાબ છે.
View this post on Instagram