આર્ટીફીસીયલ સૂર્ય : ચીન પાસે છે અસલી સૂરજથી 10 ગણો વધારે તાકાતવર કૃત્રિમ સૂર્ય, 16 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો દાવો

ચીનના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નકલી સૂરજ એટલે કે કૃત્રિમ સૂરજ અસલી સૂર્ય કરતા 10 ગણો વધારે તાકતવર છે. આ અસલી સૂર્યની જેમ પ્રકાશ પણ આપશે અને ઉર્જાની જરૂરતોને પૂરી પણ કરશે. વેબસાઇટ મિરર અનુસાર, હાલમાં કૃત્રિમ સૂર્યનું તાપમાન સક્રિય થયા બાદ અસલી સૂરજની તુલનામાં 10 ગણુ વધારા સુધી પહોંચ્યુ છે. સ્પષ્ટ શબ્દોમાં સમજવામાં આવે તો, 100 સેકંડ માટે નકલી સૂર્ય, અસલી સૂર્યથી 10 ગણો વધારે ગર્મ રહ્યો.

શેંજેન સ્થિત દક્ષિણી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલયના ફિજિક્સ ડિપાાર્ટમેન્ટના નિર્દેશક લી મિયાઓ કહે છે કે, આગળના કેટલાક સપ્તાહ સુધી સ્થિર તાપમાન પર અમારે અમારા પ્રોજેક્ટને ચલાવવાનો છે. 100 સેકેન્ડ સુધી 16 કરોડ ડિગ્રી તાપમાન બનાવી રાખવુ પણ પોતાનામાં એક મોટી સફળતા છે અને તેને સ્થિર બનાવી રાખવાનુ છે.

ચીનના અનહુઇ રાજયમાં એક રિએક્ટરમાં કૃત્રિમ સૂરજને બનાવવામાં આવ્યો છે. તેમાં ન્યુક્લિયર સંલયનની મદદ લેવામાં આવી છે. સામાન્ય રીતે આ તકનીકથી હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવે છે. તેમાં ગર્મ પ્લાઝમાને ફ્યુઝ કરવા સ્ટ્રાંગ મેગનેટિક ફીલ્ડનું નિર્માણ કરવામાં આવે છે. તેમાં અત્યાધિક ગરમી પેદા થાય છે.

ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં પણ ન્યુક્લિયર ફ્યુઝન પર કામ ચાલી રહ્યુ છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, ફ્રાંસનો પ્રોજેક્ટ 2025માં પૂરો થશે. આ ઉપરાંત કોરિયા પણ કેએસટીઆરથી કૃત્રિમ સૂરજ બનાવવામાં કામયાબ થયુ છે, જેનાથી 20 સેકન્ડ માટે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સ્થિર કરવામાં આવ્યુ છે.

Shah Jina