કુદરતની સામે થઇ ગયું સાયન્સ, બચ્ચું પેદા કરવા મહિલાઓએ નહીં વેઠવી પડે ગર્ભાવસ્થા, જાણો શું થવાનું છે
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે લગ્ન બાદ માતા પિતા બને, પરંતુ એક મહિલા માટે બાળક પેદા કરવું એ ખુબ જ મુશ્કેલીનું કામ પણ કહેવામાં આવે છે. માતા બનવાની ખુશી દરેક મહિલાને ખુબ જ પસંદ હોય છે, પરંતુ 9 મહિના સુધી પોતાના ગર્ભમાં બાળકને ઉછેરવું, પ્રસવની પીડા સહન કરવી એ ખુબ જ મુશ્કેલ હોય છે, ત્યારે સાયન્સ ક્ષેત્રમાં દિવસેને દિવસે થઇ રહેલી પ્રગતિમાં એક નવું સોપાન પણ ઉમેરાઈ ગયું છે, જેમાં મહિલાઓને બાળકો પેદા કરવા માટે હવે ગર્ભ ધારણ નહિ કરવું પડે. (All Image credit:Hashem Al-Ghaili/facebook)
સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે બાળકો પેદા નથી થતા, પરંતુ તમે તેની અંદર તમારી ઈચ્છા પ્રમાણેની આદતો પણ ઉમેરાવી શકો છો. તમે જે પ્રકારનું બાળક ઈચ્છો એ પ્રકારનું બાળક તમે મેળવી શકો છો. જેના માટે મહિલાઓએ ગર્ભ ધારણ કરવાની પણ જરુર નથી. ના પ્રસુતિ સમયે થનારી પીડા પણ કોઈ મહિલાએ સહન કરવી પડશે.
આ બન્યું છે કે દુનિયાના પહેલા કુત્રિમ ભ્રુણ કેન્દ્ર (World’s First Artificial Womb Facility)માં. જેમાં બાળક બર્થ પોડ્સમાં વિકસિત કરવામાં આવશે. આ દાવો કર્યો છે સાયન્સ કમ્યુનિકેટર અને વીડિયો પ્રોડ્યુસર હાશેમ અલ ઘૈલીએ. હાશેમનું કહેવું છે કે ભવિષ્યમાં પુશ બટન ટેક્નોલોજી સાથે બાળકોનો જન્મ થશે. પ્રેગ્નેંસી હશે પણ સ્ત્રીના શરીરમાં નહીં પરંતુ બર્થ પોડ્સમાં. એક ગર્ભ જે તમે જોઈ શકો છો. તેમાં બાળકનો વિકાસ થતો જોઈ શકશે. અઠવાડિયે અઠવાડિયે, મહિને મહિને.
આ સુવિધાનું નામ Ectolife છે. અહીં કમ્પ્યુટર મેટ્રિક્સ બનાવવામાં આવશે. જેમાં માનવ વર્તનની સંપૂર્ણ વિગતો હશે. તમને કેવા બાળકો જોઈએ છે, એવા બાળકો જન્મી શકે છે. એટલે કે, જો તમે ફૂટબોલર બાળક લાવવા માંગો છો, તો જીનેટિક્સમાં આવા ફેરફારો કરીને, તમે બાળકોને જન્મ આપી શકો છો. તમે આ બર્થ પોડ્સ તમારા ઘરમાં પણ સ્થાપિત કરી શકો છો. જેથી તમે તમારી આંખોની સામે બાળકનો વિકાસ થતો જોઈ શકો.
એમ્બ્રીયો સેન્ટરમાં 400 બેબી પોડ્સ હશે. તે તમામ રિન્યુએબલ એનર્જી પર ચાલશે. તમે એપ દ્વારા તમારા બાળકની આવશ્યક ચીજો પર નજર રાખી શકશો. હાશેમ અલ ગૈલીના આ દાવાઓ, વીડિયો અને ફોટા પછી આ કોન્સેપ્ટને લઈને વિવાદ છેડાઈ ગયો છે. એક્ટોલાઇફને પ્રથમ કૃત્રિમ ગર્ભ કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. પરંતુ આ ગર્ભાવસ્થાના નૈતિક ખ્યાલને નુકસાન પહોંચાડે છે. આ રીતે જન્મદાતામાં બાળકોને જન્મ આપવો માનવતા વિરુદ્ધ છે.