સરકારી સ્કૂલના બાળકોએ રમત-રમતમાં શીખ્યુ હિંદી ગ્રામર, વીડિયો જોઇ IAS અધિકારી થઇ ગયા ઇમ્પ્રેસ

સ્કૂલ ટીચરે શેરી નાટકના માધ્યમથી યાદ કરાવ્યુ હિંદી વ્યાકરણ, IAS અધિકારીને પણ પસંદ આવ્યો આ અંદાજ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઇના કોઇ વીડિયો વાયરલ થતા જ રહે છે, જેમાંના ઘણા ફની, ઘણા ચોંકાવનારા તો ઘણા અદ્ભૂત હોય છે. ત્યારે ઘણીવાર સોશિયલ મીડિયા પર સ્કૂલ કે પછી વિદ્યાર્થીઓના પણ વીડિયો વાયરલ થતા રહે છે.કેટલીકવાર શિક્ષકોની વિદ્યાર્થીને શીખવવાની પ્રવૃત્તિઓના પણ વીડિયો વાયરલ થાય છે, ત્યારે હાલ આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શીખવું ત્યારે મજેદાર હની જાય છે, જ્યારે બાળકો આને મગજમાં ઉતરે તેવી નવી-નવી રીતનો ઉપયોગ કરવા લાગે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કવિતા અને નાટક દ્વારા બાળકો હિન્દી વ્યાકરણ શીખવાનો અને યાદ કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ સરકારી શાળાના છે અને આ વીડિયો ઓનલાઈન યુઝર્સના દિલ જીતી રહ્યો છે. આ વીડિયો સોમવારે મધ્ય પ્રદેશ કેડરના 2015 બેચના IAS અધિકારી અર્પિત વર્માએ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પરથી પોસ્ટ કર્યો હતો. દોઢ મિનિટનો આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વાયરલ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે બાળકો જૂના બોલિવૂડ ગીત આઓ બચ્ચો તુમ્હે દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી..ની ટ્યુન પર હિન્દી વ્યાકરણ શીખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. શિક્ષકે હિન્દી વ્યાકરણ માટે ગીતના શબ્દો બદલ્યા છે અને બાળકો આ પદ્ધતિ દ્વારા સંજ્ઞાઓ, વિશેષણો અને ક્રિયાપદો શીખવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. અંતે, શિક્ષક પણ બાળકોને ખૂબ સારું કહીને પ્રોત્સાહિત કરતા સાંભળી શકાય છે. પોતાના ટ્વીટની સાથે IAS ઓફિસર અર્પિત વર્માએ લખ્યું,

જુઓ કેવું અદ્ભુત, શાળાના વિદ્યાર્થીઓ કવિતા અને નાટક દ્વારા હિન્દી વ્યાકરણ શીખી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. યુઝર્સે હિન્દી વ્યાકરણને આવી મજેદાર રીતે શીખવવા માટે શિક્ષકના પ્રયત્નોની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે શાળાના વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવવા માટે આવા મનોરંજક શિક્ષણની જરૂર છે. આ કાર્ય કરનાર શિક્ષકને સલામ.હિન્દી વ્યાકરણને આટલી મજેદાર રીતે શીખવવાના શિક્ષકના પ્રયાસોની નેટીઝન્સે પ્રશંસા કરી.

Shah Jina