BREAKING ન્યુઝ: મોરબી દુર્ઘટના મામલે થઇ ગઈ મોટી કાર્યવાહી, આ વ્યક્તિ પર લેવાઈ ગયું એક્શન

ગુજરાતના મોરબી માટે 30 ઓક્ટોબરનો દિવસ માતમના સમાચાર લઇને આવ્યો. મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ તૂટી જતા અનેક લોકો મોતને ભેટ્યા. જો કે, ઘણા લોકોને બચાવી પણ લેવાયા હતા, ત્યારે આ ગોઝારી ઘટના મામલે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ છે. જ્યારે રવિવારના રોજ આ ગોઝારી ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું અને મોતની ચિચિયારીઓની સાથે એમ્બ્યુલન્સની સાયરનોએ ચકચાર જગાવી મૂકી હતી.

30 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 6.30 વાગ્યે મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડ્યો હતો અને આ બ્રિજ પર રહેલા 400 જેટલા લોકો પાણીમાં પડ્યા હતા,જેમાંના કેટલાકને બચાવી લેવાયા હતા અને કેટલાકના મોત થયા હતા, તેમજ કેટલાક ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને પગલે 30 ઓક્ટોબર સાંજથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 5 દિવસ બાદ પૂર્ણ જાહેર કરાયું હતુ. જે બાદ રાહત કમિશનરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે મિટીંગ યોજવામાં આવી હતી.

2 વ્યક્તિઓ મચ્છુ નદીમાં લાપતા થયેલા હોવાની માહિતી મળતા સર્ચ ચાલુ રાખવામાં આવ્યું હતું પરંતુ બે દિવસ સુધી પણ કોઈ મૃતદેહ મળી ન આવતા સર્ચ ઓપરેશન બંધ કરાયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે 134 લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. દુર્ઘટના બાદ ઘણા લોકોને બચાવામાં આવ્યા હતા. ત્યારે પુલ તૂટવાની દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

CM ઓફિસના રિપોર્ટ બાદ મોડી રાત્રે સંદીપસિંહને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહત્વનું છે કે ઓરેવા કંપનીના બાંધકામ સાઇટ ચેક કર્યા વિના જ સંદીપ સિંહ ઝાલાએ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. તેમની ફરજ દરમિયાન MOU કરવામાં આવ્યા હતા. કરાર અંગેની મિનીટ્સમાં પણ સંદીપ સિંહની સહી છે. પોલીસે સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મીડિયા સાથેની વાતચીતમાં સંદીપસિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા.

Shah Jina