ખબર

દર્દનાક અકસ્માત ! લગ્નમાં જઇ રહ્યા હતા ત્યારે જ કાળ બનીને આવી તેજ રફતાર ટ્રક, 11 લોકોના કરુણ મોત

ભયંકર ટક્કરથી કારના પરખચ્ચા ઉડી ગયા- એક જ પરિવારના 11 લોકો મરી ગયા, કારની હાલત જોઇ રૂંહ પણ કંપી ઉઠશે

Chhattisgarh Accident : ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના અનેક મામલા સામે આવે છે. ત્યારે ઘણીવાર એવા અકસ્માતની પણ ઘટના સામે આવે છે જે ઘણા ગમખ્વાર અને ભીષણ હોય છે. ત્યારે હાલમાં છત્તીસગઢના બાલોદ જિલ્લામાંથી અકસ્માતની ખબર સામે આવી. ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો અને આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં 5 મહિલાઓ અને બે બાળકો સહિત 11 લોકોના મોત થયા.

પોલીસ અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના પુરુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જગાત્રા ગામ પાસે બોલેરો વાહન અને ટ્રક વચ્ચેની અથડામણમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે.

બાલોદના એસપીએ જણાવ્યું કે ધમતારી જિલ્લાના સોરમ-ભાટગાંવના કેટલાક લોકો બુધવારે મોડી રાત્રે બોલેરો કારમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મારકટોલા ગામ જઈ રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ જાગત્રા ગામ નજીક પહોંચ્યા ત્યારે તેમનું વાહન એક ટ્રક સાથે અથડાયું. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા,

જ્યારે એકમાત્ર બચેલો બાળક ઘાયલ થયો હતો અને તેને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી હોસ્પિટલ મોકલી આપ્યો હતો, પણ કમનસીબે બાળકનું પણ રસ્તામાં જ મોત થયું હતું. પોલીસે કેસ નોંધ્યો છે અને ફરાર ટ્રક ચાલકની શોધ શરૂ કરી છે. ટ્રક અમે કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આ ટ્વીટ જ્યારે બાળકનું મોત નહોતુ થયુ ત્યારે કર્યુ હતુ.

તેમણે ટ્વીટ કર્યું, “હમણાં જ જાણ થઇ કે બાલોદમાં પુરુર અને ચારમા વચ્ચે બાલોદગાહાન નજીક લગ્ન સમારોહમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 10 લોકોના મોત થયા છે અને બાળકીની હાલત ગંભીર છે.” ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને હિંમત આપે. હું ઘાયલ બાળકના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.