ભાવનગરના એક ટેમ્પોચાલકનો દીકરો IPLમાં સૌથી મોંઘો 1.2 કરોડમાં રાજસ્થાન ટીમે ખરીદ્યો, ખુબ જ સંઘર્ષ ભરેલું છે તેનું જીવન,જાણો સફળતાની કહાની

થોડા દિવસ પહેલા જ દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલમાં ખેલાડીઓની નીલામી થઇ. જેની અંદર ટેલેન્ટેડ ખેલાડીઓ પણ ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલમાં પાંચ ગુજરાતી ખેલાડીઓની પસંદગી થઇ જેમાં સૌથી વધુ કિંમતે એક સામાન્ય પરિવારમાંથી આવનારા ચેતન સાકરીયાને ખરીદવામાં આવ્યો.

ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલની ટીમ દ્વારા 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ચેતનની આઇપીએલ સુધી પહોંચવાની સફર પણ ખરેખર અદભુત છે. ખુબ જ તકલીફ ભરેલા જીવનમાંથી પોતાની મહેનત દ્વારા આ ક્ષેત્રમાં પહોંચવું તેના માટે ખુબ જ મુશ્કેલ હતું તે છતાં પણ તેને કરી બતાવ્યું. ચાલો જાણીએ ચેતનના જીવનને થોડા નજીકથી.

ભાવનગરના વરતેજ ગામના વતની ચેતન સાકરીયા ખુબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. ચેતનને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ જ રુચિ હતી.

ચેતનને આજે સૌરાષ્ટ્રના સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખાવમાં આવે છે ત્યારે રાજસ્થાન રોયલ દ્વારા ચેતનની પસંદગી બાદ સમગ્ર ભાવનારમાં પણ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

ચેતનની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. તેના પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલક છે અને માતા ગૃહિણી છે.

એક સમય એવો પણ આવ્યો હતો જયારે ચેતનને ક્રિકેટ છોડવી પડે તેમ હતું, પરંતુ કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી જ આવે છે. આ દરમિયાન તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી.

જેના કારણે આજે ચેતન આઇપીએલમાં સ્થાન મળેવી શક્યો છે. અને માત્ર 22 વર્ષની ઉંમરે જ ગુજરાતના સૌથી મોંઘા ખેલાડી તરીકે 1.2 કરોડમાં રાજસ્થાનની ટિમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો છે.

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યેનો રસ તેને ક્રિકેટ તરફ લઇ જતો અને તેના કારણે ઘણીવાર ખોટું બોલી અને તે શાળા છોડી ક્રિકેટ રમવા માટે પણ ચાલ્યો જતો હતો.

આઇપીએલ  સુધી પહોંચવામાં ચેતનની  ખુબ જ મહેનત છે. તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી પરંતુ તેના પર્ફોમન્સના કારણે તેની બોલી લાગી અને 1.2 કરોડમાં છેલ્લે તે ખરીદાયો.

Niraj Patel