25 વર્ષ બાદ અમદાવાદની IIMAમાં ચેતન ભગત અને તેમની પત્નીએ પોતાની લવ સ્ટોરીને કરી તાજી, “2 States” ફિલ્મ અને નોવેલનું રિયલ કપલ જોઈને લોકોની યાદો તાજી થઇ, જુઓ તસવીરો
આપણા દેશના લોકો રોમેન્ટિક ફિલ્મોના દીવાના છે અને કેટલીક ફિલ્મો આપણને પ્રેમના પાઠ પણ શીખવી દેતી હોય છે, એવા જ એક લેખક ચેતન ભગત જેમની ફિલ્મની લવ સ્ટોરી જોવાનું લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. ચેતન ભગતની નોવેલ પણ લોકોના દિલ જીતતી હોય છે અને તેમની બુક આવતાની સાથે જ વાચકો પણ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે.
ચેતન ભગતની મોટાભાગની નોવેલ રિયલ લાઇફ પર હોય છે. તેમની એક નોવેલ “2 સ્ટેટ” પરથી “2 States” ફિલ્મ પણ બની છે અને આ ફિલ્મમાં જે કહાની છે તે તેમની રિયલ લાઈફની લવ સ્ટોરી છે. ચેતન ભગતે તેમની પત્ની અનુશા સાથેના તેમના વાસ્તવિક જીવનને શબ્દોમાં આ નવલકથામાં ઉતારી હતી. જેના પર આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર જેવા સ્ટાર સાથેની ફિલ્મ “2 સ્ટેટ” પણ બની હતી.
આજથી 25 વર્ષ પહેલા ચેતન ભગતની કહાની અમદાવાદ IIMAમાં શરૂ થઇ હતી. ત્યારે હવે આટલા વર્ષો બાદ ફરીથી ચેતન ભગત તેમની આ કહાનીની યાદોને તાજી કરતા જોવા મળ્યા હતા. ચેતન ભગતે હાલમાં જ IIMAની મુલાકાત લીધી અને તેમની પત્ની સાથે ઘણી બધી તસવીરો પણ ક્લિક કરાવીને પોસ્ટ કરી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ચેતન ભગતે આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “મારા 25મા કૉલેજ રિયુનિયનમાં, IIMAમાં છેલ્લા કેટલાક દિવસોથી. તે એક કોલેજ છે જેણે મને ઘણું બધું આપ્યું છે. એક જ કેમ્પસમાં, સમાન સહપાઠીઓને સાથે રહેવું એ એક દુર્લભ આનંદ હતો. આ સમય માત્ર સમાજીકરણનો જ નહીં, પણ વિતેલા વર્ષોનું આત્મનિરીક્ષણ કરવાનો હતો. દરેક વ્યક્તિ વૃદ્ધ, વધુ પરિપક્વ અને વધુ સુરક્ષિત છે. વર્તમાન વિદ્યાર્થીઓ માટે એક વર્ગ લેવાનું પણ વ્યવસ્થાપિત કર્યું જે આનંદદાયક હતું.”
તેમણે આગળ લખ્યું કે, “તમે જ્યાં વિદ્યાર્થી હતા તે જ કૉલેજમાં પાછા આવવા માટે, અને વર્તમાન વિદ્યાર્થીઓ તમારી સાથે એક ચિત્ર લેવા માંગે છે – તે એક ભેટ છે જેનો હું ખૂબ આભારી છું. તે સમયના અમારા ચાયવાળા રામભાઈને પણ મળવાનું વ્યવસ્થાપિત હતું જેમણે રિયુનિયન માટે ખાસ સ્ટોલ રાખ્યો હતો. આયોજક સમિતિનો ખૂબ ખૂબ આભાર જેમણે જીવનભરના પુનઃમિલનને એકવાર અદ્ભુત બનાવ્યું! બધાને નવા વર્ષની શુભેચ્છાઓ! તમારા બધા માટે નવું વર્ષ શ્રેષ્ઠ બને.
25 years later.. #theoriginal2states #25threunion #iima #anushabhagat #krish #ananya pic.twitter.com/3vQZk0p1V0
— Chetan Bhagat (@chetan_bhagat) January 1, 2023
આ ઉપરાંત ચેતન ભગતે બીજી પણ એક પોસ્ટ કરી છે, જેમાં “2 સ્ટેટ” ફિલ્મના એક દૃશ્યમાં અર્જુન કપૂર અને આલિયા IIM-Aમાં ઉભેલા જોઈ શકાય છે અને બીજી તસવીરમાં ચેતન ભગત અને તેમની પત્ની IIM-Aમાં ઉભેલા જોઈ શકાય છે. ચેતન ભગત અને તેમની પત્નીએ અમદાવાદની આ કોલેજમાંથી જ MBAનો અભ્યાસ કર્યો હતો. 25 વર્ષ બાદની આ મુલાકાત ચેતન ભગત માટે પણ એક યાદગાર મુલાકાત બની ગઈ.