અંબાજીમાં માતાજીના ગુજરાતી ભક્તો સાથે ચીટિંગ કરતા પહેલા ચેતી જજો: પ્રસાદના નામે છેતરપિંડી કરનાર દુકાનદારની હાલત થઇ આવી, જાણીને ચોંકી જશો
હાલમાં જ 5-6 દિવસ પહેલા અંબાજીમાંથી ભક્ત સાથે છેતરપિંડીની ઘટના સામે આવી હતી. આ મામલે બે-ત્રણ દિવસ પૂર્વે એક જાગૃત નાગરિક દ્વારા છેતરપિંડી અને ધાકધમકી મામલે અંબાજી પોલિસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે ચકચાર મચી જવા પામી હતી અને શ્રદ્ધાળુઓમાં પણ ઘેરા પ્રત્યાઘાતની લાગણી જન્મી હતી. ફરિયાદોને કારણે કેટલાક લેભાગુ વેપારી તત્વોને કારણે બીજા સનિષ્ઠ વેપારીઓની પ્રતિષ્ઠા ખરડાતી હતી.
છેતરપિંડી અને ધાક ધમકી બાબતે ગુનો નોંધાતા તંત્ર એક્શન મોડમાં આવી ગયુ હતુ અને ગુરુવારના રોજ વહીવટી તંત્ર દ્વારા પ્રસાદ સ્ટોરને ખાલી કરી દેવામાં આવ્યો હતો.હાલ આ પ્રક્રિયાથી અન્ય લોકો કે જે છેતરપિંડી આચરે છે તેમાં ફફડાય વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં કોઇ પણ સાથે અંબાજીમાં દુર્વ્યવહાર ન થાય અને છેતરપિંડીની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે અંબાજી ગ્રામ પંચાયત સહિત સુરક્ષા તંત્રને પણ અંબાજી સહીત ગબ્બર શક્તિપીઠ ખાતે જીલ્લા ઉચ્ચ અધિકારી દ્વારા સખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
ભક્તો છેરપિંડીનો ભોગ બનતા હોવાને કારણે માઇભક્તોની દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ પ્રસાદ સ્ટોર ખોલવામાં આવે તેવી માંગ ઉઠી છે.છેતરપિંડીની ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના એક યાત્રિક પાસેથી 500 રૂપિયાની પ્રસાદીની ટોપલીના 1360 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જ્યારે યાત્રિકે 2 પ્રસાદની ટોપલીના 502 રૂપિયા ચૂકવ્યા ત્યારે તેમની પાસે દુકાનદારે રૂપિયા 1360ની માંગણી કરી.
આ બાબતે ઘણી બોલાચાલી થઇ અને મામલો વધતા પ્રસાદીના વેપારી દિનેશભાઇ વણજારા અને મનીષભાઇ, રાહુલ તેમજ રામુભાઇને બોલાવી 1360 રૂપિયા નહિ આપો તો જીવતા નહિ જવા દઈએ તેવી ધમકી આપી હતી. ત્યારે યાત્રિકોએ પોતાની સલામતી માટે એટલા રૂપિયા ચૂકવી દીધા હતા. જે બાદ ગ્રાહક સુરક્ષા કેન્દ્રની સલાહથી અંબાજી પોલીસ મથકે પ્રસાદના વેપારી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.