દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર: માત્ર 40 પૈસામાં ચાલશે 1 કિલોમીટર, બે લોકો આરામથી સફર માણી શકે,જાણો કિંમત અને ફીચર્સ

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવે સામાન્ય માણસની કમર તોડીને રાખી દીધી છે.  ત્યારે હવે લોકો પેટ્રોલ અને ડીઝલ વાળા વાહનોના બદલે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે. ભારતની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા પોતાના ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી દેવામાં આવ્યા છે, અને ઘણા લોકો ઇલેક્ટ્રિક બાઈક અને કારની ખરીદી પણ કરી રહ્યા છે, ત્યારે આ દરમિયાન દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર માટે પણ તમે હવે બુકીંગ કરાવી શકો છો.

મુંબઈની એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા એક એવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવી છે કે જેને દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિકકાર જણાવવામાં આવી રહી છે. આ કારની બુકીંગ પણ શરૂ થઇ ગઈ છે. આ કારની સૌથી ખાસ વાત એ છે કે આ કારમાં ફક્ત 3 જ પૈડાં છે.

દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રી કારને લોન્ચ કરી છે Strom Motors દ્વારા અને આ કારને Strom 3 નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કંપનીએ ભારતમાં આ કારનું બુકીંગ પણ શરૂ કરી દીધું છે. આ કારનું બુકીંગ તમે દિલ્હી એનસીઆર અને મુંબઈમાં માત્ર રૂપિયા 10 હજાર ભરીને કરાવી શકો છો. આ સસ્તી અને કિફાયતી કારમાં ઘણી ખૂબીઓ છે.

આ કારનો લુક તમને તેની તરફ આકર્ષિત કરશે. આ ઇલેક્ટ્રિક કારમાં ત્રણ પૈડાં છે. પરંતુ તેનો દેખાવ થ્રી વ્હીલ જેવો જરા પણ નથી. આ ગાડીમાંબે ટાયર આગળ અને +એક ટાયર પાછળ આપવામાં આવ્યું છે. જે તેને ગજબનો લુક આપી રહ્યું છે.

Strom Motors દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કારનું બુકીંગ આગળના થોડા અઠવાડિયા સુધી ખુલ્લું રહેશે. સાથે જ શરૂઆતી ગ્રાહકોને 50 હજાર રૂપિયાના મૂલ્યનું અપગ્રેડસનો ફાયદો પણ આપવામાં આવશે.

આ કારની અંદર કસ્ટમાઈઝડ કલર ઓપશન, પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ અને ત્રણ વર્ષ સુધીનું ફ્રી મેન્ટેનન્સ સામેલ છે. કંપનીનું માનીએ તો આ કાર એકવાર ચાર્જ કર્યા પછી 200 કિલોમીટરની સફર કાપી શકે છે. આ કારની અંદર 4જી કેનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જીન છે. જે ચાલકને ટ્રેક લોકેશન અને ચાર્જનું સ્ટેટ્સ જણાવે છે.

કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે બુકીંગ કરાવવા ઉપર આ 2 સિટર ઇલેક્ટ્રિક કારની ડીલેવરી 2022 સુધી શરૂ થઇ જશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કારના અત્યાર સુધી 7.5 કરોડ રૂપિયાના લગભગ 165 યુનિટ્સનું બુકીંગ થઇ ચૂક્યું છે. આ આંકડો ફક્ત ચાર જ દિવસનો છે. હાલમાં ફક્ત આ કારનું બુકીંગ દિલ્હી અને મુંબઈમાં શરૂ થયું છે. પરંતુ જલ્દી જ બીજા શહેરોમાં પણ બુકીંગ શરૂ થઇ જશે.

વાત કરીએ આ કારની કિંમતની તો કંપનીના જણાવ્યા પ્રમાણે આ કારની શરૂઆતી કિંમત 4.5 લાખ રૂપિયા છે.કંપનીના જણાવ્યા અનુસાર આ કારને એ લોકો માટે બનાવવામાં આવી છે કે જે લોકો શહેરની અંદર રોજ 10થી 20 કિલોમીટરના દાયરામાં ટ્રાવેલિંગ કરે છે. સાથે જ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ કારને ચલાવવાનો ખર્ચ ફકત 40 પૈસા પ્રતિ કિલોમીટર આવશે. તમને જણાવી દઈએ કે આ કારના ત્રણ વેરિયંટ રજૂ કરવામાં આવશે.

Niraj Patel