દીકરાના મોત બાદ ફૂડ ઇન્ફ્લુએન્સર ચટોરી રજનીની હાલત થઇ ખરાબ, સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યુ- મમ્મા નીડ્સ યૂ
ફૂડ ઇન્ફ્લુએન્સર રજની જૈન ઉર્ફે ચટોરી રજની પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના 16 વર્ષના પુત્ર તરણ જૈનનું 17 ફેબ્રુઆરીના રોજ એક રોડ એક્સીડન્ટમાં અવસાન થયું છે. આ સમાચારથી તેમના ચાહકો ખૂબ જ દુઃખી છે. તેમના પુત્રની શોક સભાની પોસ્ટ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
રજની, જે હંમેશા પોતાના રસોઈના વીડિયો માટે ઇન્ટરનેટ પર લોકપ્રિય હતી, તે હાલમાં તેમના પુત્રના મોતના સમાચારને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. 18 ફેબ્રુઆરીના રોજ ચટોરી રજનીના સોશિયલ મીડિયા હેન્ડલ પર પુત્ર તરણ જૈનના મૃત્યુ વિશેની એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ જોઈને કોઈને વિશ્વાસ ન થયો અને બધાએ તે પોસ્ટ પર કમેન્ટ કરી કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે આવું થયું છે.
પહેલા યુઝર્સને લાગ્યું કે રજનીનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. પરંતુ થોડા સમય પછી એક નવી પોસ્ટ આવી. પુત્રના મૃત્યુ પછી રજનીએ સોશિયલ મીડિયા પર એક ટિપ્પણી કરી અને તેણે તે ટિપ્પણી તેના પુત્રની જૂની પોસ્ટ પર લખી. જે હતું- ‘ગુટુડી મમ્મીને તારી જરૂર છે.’ પહેલી સ્લાઇડમાં તરણ કેટલીક ટ્રોફી સાથે છે અને પોસ્ટ પર લખ્યું છે, “8 ઓગસ્ટથી 17 ફેબ્રુઆરી 2025 સુધી.”
બીજી સ્લાઇડમાં તરણના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. પરિવારના એક નજીકના સભ્ય અનુસાર, રજની ખૂબ રડી રહી છે અને કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. જણાવી દઈએ કે રજની જૈન, ઉર્ફે ચટોરી રજની દિલ્હીમાં રહે છે અને સૌથી પ્રખ્યાત ફૂડ કન્ટેન્ટ ક્રિએટરોમાંની એક છે. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે.