જે દેશમાં સ્ત્રીઓની પૂજા થાય છે એ દેશમાં જ આ અભિનેત્રીને સિંગલ મધર હોવાના કારણે નહોતું મળી રહ્યું ઘર, રડતા રડતા જણાવી પોતાની આપવીતી, જુઓ

ટીવીની ક્યૂટ અભિનેત્રીએ ડુસકા ભરતા બોલી, “જે દેશમાં સ્ત્રીઓની પૂજા થાય છે એ દેશમાં જ સ્ત્રીઓની આવી દશા !, રડતા રડતા અભિનેત્રીએ વ્યક્ત કર્યું પોતાનું દર્દ

Charu Asopa Breaks Down : બોલીવુડ અને ટીવી જગતના કલાકારો કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તે તેમના કેરિયર ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં આવે છે. તો ઘણીવાર તેમના નિવેદનો પણ ચર્ચામાં આવી જતા હોય છે. કેટલીક વાર આ કલાકારો પોતાના ભૂતકાળ વિશે જયારે ખુલાસા કરે છે ત્યારે ચર્ચાનો માહોલ ગરમ થઇ જતો હોય છે. હાલ એવો જ એક ખુલાસો ટીવી અભિનેત્રી ચારુ અસોપાએ કર્યો છે, જેને લઈને ચર્ચાનો માહોલ પણ ગરમ થતો જોવા મળી રહ્યો છે.

અભિનેત્રીએ વીડિયો કર્યો શેર :

ટીવી અભિનેત્રી ચારુ અસોપા લગભગ પાંચ મહિના પહેલા સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનથી અલગ થઈ ગઈ છે. આ દંપતીએ જૂનમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. ચારુ હવે તેની એક વર્ષની પુત્રી જિયાના સાથે મુંબઈમાં એકલી રહે છે. અભિનેત્રી હોવા ઉપરાંત, ચારુ તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને તેના ચાહકો સાથે તેની રોજિંદી જીંદગી શેર કરે છે. હાલમાં જ તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે અને અભિનેત્રીના રડવાનું કારણ એ છે કે તેને મુંબઈમાં ભાડા પર ઘર નથીમળતું.

સિંગલ મધર હોવાથી કોઈ નથી આપી રહ્યું ઘર :

ચારુ અસોપા માતા બન્યા બાદ ફરી એકવાર નાના પડદા પર પરત ફરી છે. આ દિવસોમાં અભિનેત્રી શો ‘કૈસા હૈ યે રિશ્તા અંજના સા’માં જોવા મળે છે. આવી સ્થિતિમાં, તેણે તેના બ્લોગમાં ખુલાસો કર્યો છે કે તેને મુંબઈ જેવા શહેરમાં કોઈ ભાડા પર ઘર નથી આપી રહ્યું, કારણ કે તે સિંગલ મધર છે. તેણીએ અત્યાર સુધી જેટલા પણ ઘરો જોયા છે ત્યાં લોકોએ તેણીને સિંગલ મધર કહીને ભાડા પર ઘર આપવાનો ઇનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીએ રડીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું અને સિંગલ મધર્સ પ્રત્યે લોકોની માનસિકતા માટે ભારતીય ‘સમાજ’ને જવાબદાર ઠેરવ્યો.

રડતા રડતા જણાવી હકીકત :

વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે એક લાંબો મેસેજ પણ લખ્યો છે કે, આપણા સમાજમાં કોઈ મહિલા ગમે તે કરે, ભલે તે ગમે તેટલો અભ્યાસ કરે, તે લોકોની વિચારસરણી ક્યારેય બદલી શકતી નથી. આજે પણ સ્ત્રીને ઘર આપતા પહેલા તેની સાથે પુરુષનું નામ ઉમેરવામાં આવે છે. જો સ્ત્રી પુરુષનો ઉલ્લેખ ન કરે તો તેને ઘર આપવામાં આવતું નથી. આપણા દેશમાં મહિલાઓની હાલત જોઈને દુઃખ થાય છે અને ઘર આપવાનો ઈન્કાર કરનારા આ લોકો મહિલા સશક્તિકરણના નામે બહાર જઈને મોટા મોટા ભાષણો આપે છે.”

કેપશનમાં લખી દિલ ધડક વાત :

તેને આગળ કહ્યું કે, “આજે ફરીથી મને સોસાયટીમાં ઘર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો કારણ કે હું સિંગલ મધર છું. વિચારવા જેવી વાત એ છે કે તે એક મહિલા હતી જેણે મને ના પાડી હતી. તેમણે કહ્યું કે, જે દેશમાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે ત્યાં મહિલાઓની આ હાલત છે. ચારુ આસોપાએ તેના લેટેસ્ટ વ્લોગમાં જણાવ્યું કે તે તેના શૂટિંગ સેટથી દૂર રહે છે, તેથી તે તેના લોકેશનની નજીક ઘર શોધી રહી છે. જેથી તે જ્યારે ઇચ્છે ત્યારે તેની પુત્રી જિયાનાને મળી શકે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa (@asopacharu)

Niraj Patel