જ્યારે અંબાલાની વહુ આરુષિએ દુનિયાને કહ્યુ- ચંદ્ર પર ઉતર્યુ ભારતનું ચંદ્રયાન-3, ખુશીથી ઝૂમી ઉઠ્યા લોકો

અંબાલાની આરૂષિ ચંદ્રયાન-3ની એંકર : વિક્રમ લેંડર કંટ્રોલ યુનિટની જવાબદારી સંભાળી, દેશ-દુનિયાને પળ-પળની અપડેટ આપી

Aarushi Seth Ambala : ચંદ્રયાન-3મી લેંડિંગ દરમિયાન ઇસરો તરફથી ગર્વની એ પળો સાથે જોડાયેલી જાણકારી દેશ-દુનિયા સુધી પહોંચાડવામાં આવી રહી હતી. હિંદી સાથે અંગ્રેજીમાં પણ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ. ખાસ વાત એ છે કે અંગ્રેજીમાં લેંડિંગની પળ-પળની જાણકારી દેશ-દુનિયાને જેણે આપી તે વૈજ્ઞાનિક કોઇ બીજુ નહિ પણ હરિયાણાના અંબાલાની વહુ આરુષિ સેઠ છે.

અંબાલાની વહુએ આપી ચંદ્રયાન-3ની પળ-પળની જાણકારી
આરુષિ સેઠ ઇસરોમાં અંતરિક્ષ વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાન-3માં વિક્રમ લેંડર કંટ્રોલ યુનિટમાં કાર્યરત છે, જે ઇતિહાસ રચાવવાળા એ પળો દરમિયાન વિક્રમ લેંડર કંટ્રોલ યુનિટની જવાબદારી સંભાળી રહી હતી.જ્યારે બુધવારે ચંદ્રયાન-3ના ઉતરાણ માટેનું કાઉન્ટડાઉન શરૂ થયું ત્યારે આરુષિ સેઠ પળ-પળ ISRO તરફથી દેશ અને સમગ્ર વિશ્વને અપડેટ આપી રહી હતી.

મૂળ હૈદરાબાદની છે આરુષિ, લગ્ન અંબાલાના સિદ્ધાર્થ સાથે કર્યા
આરુષિ સેઠનું હરિયાણાના અંબાલા સાથે ઊંડું જોડાણ છે. મૂળ હૈદરાબાદની આરુષિ સેઠના લગ્ન અંબાલાના સેક્ટર-9માં રહેતા સિદ્ધાર્થ શર્મા સાથે થયા છે. થંબડ સિદ્ધાર્થનું મૂળ ગામ છે. આરુષિ અને સિદ્ધાર્થે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (IIST)માં અભ્યાસ કર્યો છે.અંબાલાના જિલ્લા આયુર્વેદિક અધિકારી શશિકાંત શર્માએ જણાવ્યું કે તેનો પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ IISTમાં અભ્યાસ કરે છે. અહીં સિદ્ધાર્થ આરુષિ સેઠને મળ્યો હતો.

પિતા આર્મીમાં સર્જન હતા અને માતા ગાયનેકોલોજિસ્ટ છે
આરુષિના પિતા આર્મીમાં સર્જન હતા અને માતા ગાયનેકોલોજિસ્ટ છે. હવે આરુષિના માતા-પિતા ગુરુગ્રામમાં રહે છે. આરુષિ અને સિદ્ધાર્થે અંબાલામાં લગ્ન કર્યા હતા. જો કે, બંને બેંગ્લોરમાં રહે છે. પણ બંનેને અંબાલા સાથે ખાસ લગાવ છે અને તે ઘણીવાર અંબાલાની મુલાકાત લે છે. સિદ્ધાર્થ અને આરુષિના લગ્ન 2017માં થયા હતા. આરુષિ 2013થી ઈસરોમાં છે.

મંગળયાન, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3માં પણ નિભાવી છે મહત્વની ભૂમિકા
મંગળયાન મોકલવા દરમિયાન મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેણે ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3માં પણ જવાબદારી નિભાવી છે. ચંદ્રયાન-2 નિષ્ફળ જતાં આરુષિ થોડી ચિંતિત હતી, પણ ચંદ્રયાન-3માં ખામીઓ દૂર કરીને સફળતા મેળવી.

Shah Jina