ખબર

130 કરોડ લોકોએ કરેલી પ્રાર્થના કામ લાગી, ISROએ વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢતાં ભારતની આશા ફરી જીવંત થઈ

ભારત દેશના તમામ લોકોની આશા અત્યારે ફરી જીવંત થઈ છે. આખરે ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં ISROએ વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે. પરંતુ હજુ સુધી વિક્રમનો સંપર્ક ISRO સેન્ટરથી નથી થઈ રહ્યો. ISROના વડા કે.સિવને કહ્યું કે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ચીફ કે સિવને જણાવ્યું કે ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં આવેલાં ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાઓ વિક્રમ લેન્ડરની આજ સવારે તસવીરો લીધી છે. જેમાં તે એકદમ સુરક્ષિત દેખાઈ રહ્યું છે. જો કે લેન્ડિંગ લોકેશનથી આશરે 500 મીટર દૂર છે. ISROના ચીફ કે. સિવને કહ્યું, અમે વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે. ઓર્બિટરે થર્મલ ઇમેજ કેમેરાથી તેની તસવીર લીધી છે. જોકે, તેનાથી પણ કોઇ સંચાર સ્થાપિત થઇ શક્યો નથી.

લેન્ડર વિક્રમ સાથેનું કનેક્શન તૂટ્યા ગયા પછી મહત્વની માહિતી ISROને મળી છે. ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરના અંતરે વિક્રમ લેન્ડર હતું ત્યારે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો પણ હવે તે ક્યાં છે તેનું ચોક્કસ લોકેશન મળી ગયું છે. લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવશે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી તેનો ફોટો લઈ લીધો છે. જો કે હાલમાં તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. જે જગ્યાએ વિક્રમ લેન્ડરને રાખવાનું હતું તેનાથી 500 મીટર દૂર તે પડ્યું છે. ચંદ્રયાન-2માં લાગેલા OHRC એટલે ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિક્રમ લેન્ડરનો ફોટો લેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2નો ભલે સંપર્ક ભલે તૂટી ગયો હોય પરંતુ ઇસરોએ હજી હાર નથી માની. શુક્રવાર મોડી રાત્રે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગથી પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો પૃથ્વીના સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો.જયારે ઘટના બની તે સમયે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું. લેન્ડર વિક્રમની સાથે શું થયું અને તે હવે કેવી સ્થિતિમાં છે, તેની કોઈ જાણકારી મળી શકી નહોતી.

ભારતીય વૈજ્ઞાનિકોને પુરે પૂરી આશા હતી કે આગળના 3 દિવસની અંદર આ રહસ્ય પરથી પડદો ઊચકાશે. ઓર્બિટર પર લાગેલા અત્યાધુનિક ઉપકરણોથી ટૂંક સમયમાં આ તમામ સવાલોના જવાબ શોધી કાઢશે તેના ભાગરૂપે આજે ઓર્બિટરે લેન્ડર વિક્રમની માહિતી આપી હતી. પરિણામે ઈસરોના વૈજ્ઞાનિકો નિરાશ થયા હતા. બાદમાં ઈસરોની ટીમે લેન્ડર અને શા માટે સંપર્ક કપાયો તેના ડેટાનું વિશ્લેષણ કરવાનું કામ આરંભી દીધું હતું. જે પછી આજે મળતી માહિતી પ્રમાણે વિક્રમ લેન્ડરના લોકેશન વિશે માહિતી તો મળી ગઈ છે પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.