દુર્લભ સંયોગ! વૈશાખી પુનમને સોમવાર, આ વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ

Chandra Grahan 2022: આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ વૈશાખ મહિનાની પૂનમના દિવસે થવા જઈ રહ્યું છે. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ 16 મે 2022, સોમવારના રોજ જોવા મળશે. એ તો આપણે જાણીએ જ છીએ કે સોમવારનો સંબંધ ચંદ્ર સાથે છે. આ સાથે સોમવાર ભગવાન શંકરને પણ સમર્પિત છે. ભગવાન શંકર પોતાના માથા પર ચંદ્ર ધારણ કરે છે. આ ઉપરાંત આ દિવસે વૈશાખ પૂર્ણિમા પણ છે.

આ રીતે જોવા જઈએ તો આ ચંદ્ર ગ્રહણ ખુબ ખાસ છે. ભારતીય શાસ્ત્રોમાં ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણને લગતી અનેક વાતો કહેવામાં આવી છે, તેના સુતકને લગતા પણ નિયમો છે. આ દિવસે કેટલાક કામ કરવાથી લોકોએ બચવું જોઈએ. આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કેટલાક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવી જોઈએ.

આ વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 16 મે 2022, સોમવારની સવારે 08: 59 વાગ્યાથી શરૂ થશે અને અંદાજે દોઢ કલાક બાદ સવારે 10: 23 વાગ્યાની આસપાસ પૂર્ણ થશે. જો કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. વર્ષ 2022નું પહેલુ ચંદ્ર ગ્રહણ દક્ષિણી-પશ્ચિમી યૂરોપ, દક્ષિણી-પશ્ચિમી એશિયા,આફ્રિકા,ઉત્તરી અમેરિકાના મોટા ભાગના વિસ્તારો,દક્ષિણ અમેરિકા,પ્રશાંત મહાસાગર,હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે.

કેમ કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે તેથી તેનું સુતક પણ ભારતમાં લાગશે નહીં. તમને જણાવી દઈએ કે 8 નવેમ્બરના રોજ આ જ વર્ષ બીજુ ચંદ્ર ગ્રહણ જોવા મળશે અને આ ચંદ્ર ગ્રહણ પણ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે.

વૈશાખ પૂર્ણીમા અને ચંદ્ર ગ્રહણ એક જ દિવસે હોવાથી આ દિવસે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આ દિવસે પવિત્ર નદીમાં કે પવિત્ર નદીમાંથી ભરેલા પાણીથી સ્નાન કરો. ગ્રહણ પૂર્ણ થયા બાદ દાન કરો. આ ઉપરાંત ગ્રહણ દરમિયાન કઈપણ ખાવા પીવાનું ટાળો. સાથે તે સમયે બને તેટલી ભગવાનની આરાધના કરો. મંત્રોના જાપ કરો. હકિકતમાં ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. તેથી આ નકારાત્મકતાથી બચવા માટે પોતાનું મન સકારાત્મક કામ અને ભગવાનની ભક્તિમાં લગાવો.

YC