હાથમાં ખુલ્લી તલવાર લઈને બાઈક ઉપર ફરી રહેલા યુવકોનો વીડિયો જોઈને DSP કહ્યું, “જ્યાં સુધી તોડીશું નહિ, ત્યાં સુધી છોડીશું નહિ !” જુઓ

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ઘણા લોકો અવનવા કાંડ કરતા હોય છે, કોઈ બાઈક ઉપર સ્ટન્ટ કરે છે તો કોઈ હાથમાં હથિયારો લઈને વીડિયો પણ બનાવતા હોય છે.પરંતુ આવા લોકોના વીડિયો વાયરલ થતા પોલીસના હાથે લાગી જાય છે અને પછી પોલીસ તેમની એવી હાલત કરે છે કે તે ફરીથી આવું કરવાનું ક્યારેય નામ નથી લેતા.

હાલ ચંદૌલીના ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. એક યુઝરે ટ્વિટર પર યુપી પોલીસ અને ચંદૌલી પોલીસને ટેગ કરીને મદદ માંગી હતી. કીર્તિ ઉપાધ્યાય નામના યુઝરે તલવારો લહેરાવતા બાઇક સવારોનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે જો આ બદમાશો સામે કાર્યવાહી નહીં થાય તો અમે કંઈક કરીશું. આ ટ્વીટ જોઈને ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહે પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો.

યુઝરે ચંદૌલીના ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહને પણ ટેગ કરીને લખ્યું, ‘સર, જો કાર્યવાહી નહીં થાય તો અમે કંઈક કરીશું, કારણ કે અમે પરેશાન છીએ. સમાજના ડરને કારણે અમે પોલીસ સ્ટેશન જવા માંગતા નથી, સાહેબ કૃપા કરીને સંજ્ઞાન લો. આ બદમાશ છોકરાઓ સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લો.

વ્યક્તિના આ ટ્વિટનો જવાબ આપતા ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહે લખ્યું- “જ્યાં સુધી તોડીશું નહિ, ત્યાં સુધી છોડીશું નહિ ! ચંદૌલી પોલીસ તમને વચન આપે છે.” અન્ય ટ્વીટમાં ડેપ્યુટી એસપીએ લખ્યું, ‘થોડી રાહ જુઓ, હું પણ મીમ્સ બનાવું છું. “ચંદૌલી પોલીસ તમને વચન આપે છે.” આ જવાબ બાદ ડેપ્યુટી એસપી અનિરુદ્ધ સિંહ ટ્વિટર પર ચર્ચામાં આવ્યા હતા. લોકો તેમના આ જવાબને પસંદ કરી રહ્યા છે.

કીર્તિ ઉપાધ્યાય નામના યૂઝરે શેર કરેલા વીડિયોમાં કેટલાક બાઇક રાઇડર્સ હાથમાં તલવાર લઈને સ્ટંટ કરી રહ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ચૂંટણીનું ગીત’ (અબ મંગત બા અખિલેશ કે..) પણ વાગી રહ્યું છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે આરોપ લગાવ્યો છે કે આ લોકો છોકરીઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, મારપીટ કરે છે અને ધમકી આપે છે. આ વીડિયો પર અન્ય ઘણા ટ્વિટર યુઝર્સે પણ આ છોકરાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. હાલ મળી રહેલી માહિતી પ્રમાણે આ ટોળાના બે યુવકોને પોલીસે ઝડપી પણ લીધા છે.

Niraj Patel