જાણો આ વર્ષે કેટલા દિવસની છે ચૈત્ર નવરાત્રિ, માતાને પ્રસન્ન કરવા આ રીતે કરો પૂજા વિધિ

જેમ આસો મહિનાની નવરાત્રિનું મહત્વ છે તેમ ચૈત્ર મહિનાની નવરાત્રિનું પણ શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે. ચૈત્ર નવરાત્રિમાં મા દૂર્ગાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન નવે નવ દિવસ માતા દૂર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 2 એપ્રિલથી પ્રારંભ થઈ રહી છે અને 11 એપ્રિલે હવન સાથે સમાપ્ત થશે. દેવી પુરાણમાં જણાવ્યા પ્રમાણે આ ચૈત્ર નવરાત્રિએ માતા દૂર્ગા ઘોડા પર સવાર થઈને આવશે. તો આવોત જાણીએ તેના શૂભ મૂહુર્ત અને પૂજાના નિયમો

સામાન્ય રીતે નવરાત્રીની અવધિ 9 દિવસની હોય છે પરંતુ ક્યારેક ક્યારેક તિથિ વધવા પર નવરાત્રી 10 દિવસની પણ થઇ જતી હોય છે અને ઓછી કે લોપ થવા પર તે 8 કે 7 દિવસ પણ થઇ જતી હોય છે. દિવસોના પ્રમાણે નવરાત્રીનું તેના પ્રમાણે અલગ મહત્વ છે.

ચૈત્ર નવરાત્રિમાં પહેલા દિવસે કળશ સ્થાપના(ઘટ સ્થાપના) કરવામાં આવે છે, આ વર્ષે કળશ સ્થાપનાનું શુભ મૂહુર્ત સવારે 6 વાગ્યેને 10 મિનિટથી લઈને 8 વાગ્યેને 29 મિનિટ સુધીનું છે. કળશ સ્થાપના નવરાત્રિના પહેલા દિવસે એટલે કે પ્રતિપદા તિથિના દિવસે કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, શુભ મૂહુર્તમાં કળશ સ્થાપના ન કરવાથી માતા અપ્રસન્ન થાય છે. તેથી કળશ સ્થાપના શુભ મૂહુર્તમાં કરવી જોઈએ.

આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કળશ સ્થાપના માટે સૌથી સારૂ મૂહુર્ત સૂર્યોદયથી 3 કલાકનું માનવામાં આવે છે. જ્યારે કોઈ બીજી સ્થિતિમાં અભિજિત મૂહુર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. કળશ સ્થાપના માટે પહોળા મુખવાળો માટીનો કળશ લો. આ પછી પૂજા સ્થળે સાત ધાન વાવો. તેના ઉપર પાણી ભરેલો કળશ મુકો અને તેના ઉપરના ભાગે મોલી બાંધો. કળશની ઉપર આંબાના પાંદડા રાખો. ત્યાર પછી નારિયેળને લાલ કપડામાં બાંધી કળશ ઉપર મુકો. નારિયેળ પર પણ દોરો બાંધો. ત્યાર બાદ માતાની પૂજા શરૂ કરો.

આ ઉપરાંત નવરાત્રિના નવ દિવસ દરમિયાન વાળ કાપવા કે નખ કાપવાને અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ નવ દિવસ આવું કરવાથી માતા ક્રોધિત થાય છે અને તેના ક્રોધથી ભક્તોને હાની પહોંચે છે. તેથી આવું કરવાથી બચો. તેથી અત્યારથી જ વાળ અને નખ કાપી લો.

નવરાત્રિ દરમિયાન આખા ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે. કારણ કે દેવતા સ્વચ્છ ઘરમાં જ બિરાજમાન થાય છે. જો તમે ઘરની સાફ સફાઈ નહીં કરો તો ઘર શુદ્ધ માનવામાં આવશે નહીં. તેથી અત્યારથી જ ઘરની સાફ સફાઈ શરૂ કરી દો. જેથી છેલ્લા સમયે દોડધામ ન થાય. સાથે સાથે પૂજામાં જોઈતી તમામ સામગ્રી અને કળશની પણ ખરીદી કરી લેવી યોગ્ય રહેશે.

YC