ધનશ્રી અને યુજવેન્દ્ર ચહલે પોતાના ચાહકોને આપી સરસ મઝાની સરપ્રાઈઝ, શેર કર્યો તેમના લગ્નનો શાનદાર વીડિયો, તમે પણ જુઓ

ભારતના સ્ટાર સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે લગ્ન  કર્યા બાદ આ કપલ ખુબ જ ચર્ચિત બની ગયું છે. સોશિયલ મીડિયા ઉપર પણ ચાહકો તેમની તસવીરો અને વીડિયોને ખુબ જ  પસંદ કરવા લાગી ગયા છે.

ત્યારે ધનશ્રી વર્માએ હાલમાં જ યુજવેન્દ્ર ચહલ સાથેના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે. જેના દ્વારા ધનશ્રીએ પોતાના જીવનની ક્ષણોને શેર કરી છે.

તમને જણાવી દઈએ કે યુજવેન્દ્ર ચહલે 22 ડિસેમ્બર 2020ના લાંબા સમયના રિલેશન બાદ પોતાની ગર્લફ્રેન્ડ ધનશ્રી વર્મા સાથે લગ્ન કરી લીધા હતા.

ધનશ્રીએ યુટ્યુબ ઉપર લગ્નનો વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, “અમે તમારી બધાની સાથે પોતાના જીવનની સુંદર પળોને શેર કરીને ખુબ જ ખુશ છીએ. અમને સાચે જ આશા છે કે આ વીડિયો તમારો દિવસ બનાવી દેશે અને તમારા ચહેરા ઉપર હાસ્ય લાવશે. લગ્ન બે સુંદર આત્માઓની સાથે આવવાનું બંધન છે. બસ અમારે એજ કહેવું છે કે એક બીજાને પ્રેમ કો અને એકબીજાને સમજો. જિંદગી ખુબ જ સુંદર છે. ધનશ્રી અને યુજી.”

તમને જણાવી દઈએ કે ચહલની પત્ની ધનશ્રી વર્મા વ્યવસાયે એક ડેન્ટિસ્ટ, કોરિયોગ્રાફર અને યુટ્યુબર પણ છે. તે યુટ્યુબ ઉપર પોતાના ડાન્સ રિલેટેડ વીડિયો પણ શેર કરતી રહે છે.

ધનશ્રીના યુટ્યુબ ઉપર જ 15 લાખથી પણ વધારે સબસ્ક્રાઇબર્સ છે. ધનશ્રી બૉલીવુડના ગીતોને રીક્રીએટ કરે છે. આ ઉપરાંત તે હિપ હોપની ટ્રેનિંગ પણ આપે છે. આ યુટ્યુબ ચેનલ ઉપર તે પોતાની ડાન્સ એકેડમીના વીડિયો પણ શેર કરે છે.

ચહલ હાલમાં આઇપીએલની તૈયારીમાં લાગેલો છે. તે રોયલ ચેલેન્જર બેંગ્લોરનો ભાગ છે. આરસીબીની પહેલી મેચ 9 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન સાથે છે.

Niraj Patel