આ મહિલા બોસે તેના કર્મચારીઓને આપ્યું એવું બોનસ કે જોઈને જ કર્મચારીઓની આંખો આંસુઓથી ભીની થઇ ગઈ, જુઓ વીડિયો

દિવાળીનો સમય આવી રહ્યો છે ત્યારે મોટાભાગની કંપનીઓ તેના કર્મચારીઓને ભેટ-સોગાદ અને સારું એવું બોનસ પણ આપતી હોય છે. ઘણીવાર એવી પણ ખબરો આવે છે કે કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને બોનસમાં એવી વસ્તુ આપે છે જેની ચર્ચાઓ પણ થવા લાગે છે અને આવી ખબરો મીડિયામાં પણ છવાઈ જાય છે.

ત્યારે હાલ એવી જ એક ખબર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. જેમાં એક મહિલા બોસ દ્વારા પોતાના કર્મચારીઓને લાખો રૂપિયાનું બોનસ આપવામાં આવ્યું હતું. આ બોનસ અમેરિકાની એક કંપની તેમના કર્મચારીઓને આપી રહી છે. આ કંપનીની મહિલા બોસ દ્વારા તેમના કર્મચારીઓને બે ફર્સ્ટ ક્લાસ પ્લેનની ટિકિટ સાથે 10 હજાર ડોલર આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નિર્ણય કંપનીની માલકીને અલગ અંદાજમાં કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કંપની દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત દ્વારા એક કર્મચારી ભાવુક પણ થઇ ગયો હતો.  ગયા અઠવાડીએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કંપનીની માલકીન સારા બ્લેકલી પોતાના કર્મચારીઓ સાથે ઉત્સવ મનાવી રહી છે.

આ વીડિયોની અંદર સારા બ્લેકલી જણાવી રહી છે કે હું ગ્લોબ શું કામ ફેરવી રહી છું ? તેના બાદ સારા બ્લેકલીએ કહ્યું કે તમે દુનિયાના કોઈપણ ખૂણાની બે ફર્સ્ટ ક્લાસ પ્લેનની ટિકિટ બુક કરાવી શકો છો. સારા બ્લેકલીએ કહ્યું કે દરેક વ્યક્તિને ટિકિટ સાથે 10 હજાર અમેરિકી ડોલર પણ મળી રહ્યા છે. આ જાહેરાત બાદ ઘણા કર્મચારીઓની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.

બ્લેકલીએ જયારે તેના કર્મચારીઓને પૂછ્યું કે તમે ક્યાં હનીમૂન ઉપર જવા ઈચ્છો છો તો કોઈએ કહ્યું કે બોરા બોરામાં એક હનીમૂન તો કોઈ દક્ષિણ આફ્રિકી સફારીની વાત કહી. આ દરમિયાન સારાએ કહ્યું કે :મેં કહ્યું હતું કે આ કંપની એક દિવસ 20 મિલિયન અમેરિકી ડોલરની હશે, ત્યારે બધા મારા ઉપર હસી રહ્યા હતા. હવે જુઓ કેટલી મોટી કંપની થઇ ગઈ છે.”

 

View this post on Instagram

 

A post shared by Sara Blakely (@sarablakely)

સ્પેનિક્સની સંસ્થાપક સારા બ્લેકલી સૌથી નાની ઉંમરની મહિલા અરબપતિ છે. આ સફળતા પહેલા તેને ઘરે ઘરે જઈને ફેક્સ મશીન પણ વેચ્યા છે. અગ્રણી મહિલા પરિધાન કંપની લોન્ચ કર્યાના બે દાયકા બાદ હવે બ્લેકલી વૈશ્વિક રોકાણ ફાર્મ બ્લેકસ્ટોન સ્પેનક્સમાં બહુમત ભાગીદારી ખરીદી રહી છે. આ લગભગ 1.2 કરોડ બિલિયન ડોલરની ડીલ છે.

Niraj Patel