આ છે સૌથી સારા 10 કલાકારો, દત્તક બાળકોને લઈને નવું જીવન આપ્યું

આ 10 મહાન બોલીવુડ સ્ટાર્સ અનાથ બાળકોને લીધા દતક

બોલીવુડમાં એવા ઘણા કાલકારો છે જેઓ પોતાનો અભિનય,આલીશાન જીવનશૈલીની સાથે સાથે પોતાની દરિયાદિલી માટે પણ જાણવામાં આવે છે. આ કલાકારો હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર રહે છે. જેમાના અમુક કલાકારોએ તો અનાથ બાળકોને એડોપ્ટ કરીને અનોખી મિસાલ કાયમ કરી છે.

Image Source

1. રવીના ટંડન: રવીના ટંડન ચાર બાળકોની માં છે જેમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. જેમાના એક દીકરા અને એક દીકરીને જન્મ રવીનાએ જ આપ્યો છે પણ તેના પહેલા વર્ષ 1995 માં રવીના બે દીકરીઓને દત્તક લઇ ચુકી હતી અને તેને પૂજા અને છાયા નામ આપ્યું હતું. રવીનાએ માત્ર 21 વર્ષની ઉંમરે આ દીકરીઓને એડોપ્ટ કરી હતી.આજે રવીના નાની પણ બની ચુકી છે.

Image Source

2. સની લિઓની: ઈન્ડસ્ટ્રીથી બોલીવુડમાં આવેલી અભિનેત્રી સની લિઓની ત્રણ બાળકોની માં છે. તેણે અભિનેતા ડેનિયલ વિબર સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. જેના પછી વર્ષ 2017 માં તેણે 21  મહિનાની નિશાને એડોપ્ટ કરી અને વર્ષ 2018 માં સની-ડેનિયલ સેરોગેસી ટેક્નિક દ્વારા બે જુડવા દીકરાના માતા-પિતા બન્યા હતા.

Image Source

3. સુષ્મિતા સેન: ઉંમરના આ પડાવ પર પહોંચવા છતાં પણ સુષ્મિતાએ લગ્ન નથી કર્યા અને તે એક સિંગલ મધર છે. માત્ર 25 વર્ષની ઉંમરે વર્ષ 2000માં સુષ્મિતાએ એક દીકરીને દત્તક લીધી હતી અને તેને રીની સેન નામ આપ્યું હતું અને વર્ષ 2010 માં બીજી દીકરીને પણ દત્તક લીધી હતી અને તેને અલીશા સેન નામ આપ્યું હતું. હાલ સુષ્મિતા રોહમન શોલને ડેટ કરી રહી છે.

4. મિથુન ચક્રવર્તી: પહેલાથી જ ત્રણ દીકરાઓના પિતા મિથુન ચક્રવર્તીએ એક દીકરીને એડોપ્ટ કરી હતી. ખુબ ઓછા લોકો જાણતા હશે કે મિથુને કચરાના ઢગલામાંથી આ દીકરીને ઉઠાવી હતી અને તેને પોતાન ઘરે લઇ ગયા અને પિતા તરીકે પોતાનું નામ આપ્યું હતું. આ દીકરીનું નામ દિશાની ચક્રવર્તી છે.

5. સલીમ ખાન: સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ એક દીકરીને એડોપ્ટ કરી હતી જેને અર્પિતા ખાન નામ આપ્યું હતું. અર્પિતા ખાન, ખાન પરિવારની ખુબ લાડલી છે, અને તેને બધા ખુબ પ્રેમ કરે છે.

6. નીલમ કોઠારી: અભિનેત્રી નીલમ કોઠારી અને તેના પતિ સમીર સોનીએ લગ્નના બે વર્ષ પછી વર્ષ 2013 માં એક બાળકીને એડોપ્ટ કરી હતી અને તેને અહાના નામ આપ્યું હતું.

Image Source

7. પ્રીતિ ઝિન્ટા: બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝીન્ટાએ ઋષિકેશમાં એક સાથે 34 અનાથ બાળકોને એડોપ્ટ કર્યા હતા. પ્રીતિએ આ ઉમદા કામ પોતાના 34 માં જન્મદિવસે કર્યું હતું. પ્રીતિએ આ બાળકોનો અભ્યાસ અને અને જરૂરિયાતોની જવાબદારી ઉઠાવી છે અને તે વર્ષમાં બે વાર ઋષિકેશ તેમને મળવા માટે પણ જાય છે.

Image Source

8. કૃણાલ કોહલી: ડાયરેક્ટર અને રાઇટર કૃણાલ કોહલી અને તેની પત્ની રવીનાએ પણ એક દીકરીને એડોપ્ટ કરી હતી અને તેને રાધા નામ આપ્યું હતું.

9. નિખિલ અડવાણી: પ્રોડ્યુસર-ડાયરેક્ટર નિખિલ અડવાણીએ પણ એક ચાર વર્ષની દીકરીને એડોપ્ટ કરી હતી અને તેનું નામ કિયા રાખ્યું હતું.

Image Source

10. સાક્ષી તંવર: ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પાર્વતી એટલે કે સાક્ષી તંવરે પણ આઠ મહીનાંના બાળકને એડોપ્ટ કર્યું હતું, અને આજે તે એક સિંગલ મધર છે.

Krishna Patel