બોલિવુડના આ સેલેબ્સ લગ્ન કર્યા પહેલા રહી ચૂક્યા છે લિવ ઇન રિલેશનશિપમાં, જાણો કોણ કોણ છે સામેલ

ઉપ્સ…લગ્ન પહેલાં જ ટેસ્ટિંગ કરી લીધું? આ નસીબદાર સ્ટાર્સને લિવ-ઈન રિલેશનમાં રહીને ખુબ જલસા કરી લીધા- જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

લિવ ઇન રિલેશનશિપ તો આજના સમયમાં ઘણુ સામાન્ય થઇ ગયુ છે. ભારતીય કાનૂન પણ એક છોકરા-છોકરીને એક છત નીચે રહેવાની અનુમતિ આપે છે. આ માટે છોકરી અને છોકરો બંને કુંવારા કે છૂટાછેડા થયેલ હોવા જોઇએ. લિવ ઇનમાં રહેવા માટે એક છોકરાની ઉંમર 21 વર્ષ અને એક છોકરીની ઉંમર 18 વર્ષ હોવી જોઇએ. આજે અમે તમને જણાવીશુ કે બોલિવુડમાં એવા કયા કયા સ્ટાર્સ છે જેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે.

1.કરીના કપૂર અને સૈફ અલી ખાન : બોલિવુડના નવાબ સૈફ અલી ખાન અને બોલિવુડની મશહૂર અદાકારા કરીના કપૂર ખાન લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. વર્ષ 2012માં એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા પહેલા આ કપલ લિવ ઇનમાં રહ્યા હતા અને આ વાતને કયારેય કરીનાએ છૂપાવી ન હતી કે તે સૈફ સાથે લિવ ઇનમાં રહે છે. તે બંને આજે બે દીકરાઓના પેરેન્ટ્સ પણ છે

2.અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રીથી પ્રોડ્યુસર બનેલી અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેઓ લગ્ન પહેલા કેટલાક વર્ષો સુધી એકબીજા સાથે લિવ ઇનમાં રહ્યા હતા.

3.ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર : બોલિવુડના સ્ટંટમેન અને ખિલાડી તરીકે જાણિતા અક્ષય કુમાર પણ આ લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2000માં ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા પહેલા તેઓ લિવ ઇનમાં રહ્યા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન અક્ષયે જણાવ્યુ કે, તેમની સાસુ ડિમ્પલ કાપડિયાના કહેવા પર તેમણે આવુ કર્યુ હતુ.  તેમણે કહ્યુ હતુ કે, એક વર્ષ સાથે રહેવા પર જો બધુ ઠીક રહ્યુ અને બરોબર ચાલશે તો તે બંને લગ્ન કરી શકશે.

4.કિરણ રાવ અને આમિર ખાન : બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન કિરણ રાવ સાથે તેમની પહેલી પત્ની રીના દત્તાથી અલગ થઇને લિવ ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. વર્ષ 2005માં આમિર ખાન અને કિરણ રાવ લગ્નના બંધનમાં બંધાયા હતા.

5.સોહા અલી ખાન અને કુણાલ ખેમુ : બોલિવુડમાં અભિનેતા તરીકે એન્ટ્રી કરનાર કુણાલ ખેમુ પણ લગ્ન પહેલા સોહા અલી ખાન સાથે લિવ ઇન રિલેશનમાં રહી ચૂક્યા છે. પોતાના ભાઇ સૈફ અલી ખાનની જેમ સોહા અલી ખાન કુણાલ ખેમુ સાથે 25 જાન્યુઆરી 2015ના રોજ લગ્ન કર્યા પહેલા લિવ ઇનમાં રહી છે. સોહા અને કુણાલ આજે એક દીકરીના પેરેન્ટ્સ પણ છે.

Shah Jina