હોળીના રંગમાં રંગાયો કૌશલ પરિવાર : લગ્ન બાદ વિક્કી-કેટરીનાએ પરિવાર સાથે કરી પહેલી હોળી, સાસુમાંએ પ્રેમથી વહુના ગાલ પર લગાવ્યો ગુલાલ

કોરોનાના કહેર બાદ લાંબા સમય પછી ફરી એકવાર ફિલ્મ અને ટીવી સ્ટાર્સ પર હોળીનો રંગ ચઢ્યો છે. આ વખતે હોળી પર ઘણા ટીવી સ્ટાર્સ તેમના ઘરની બહાર આવ્યા હતા અને હોળી રમી હતી. તાજેતરમાં લગ્ન કરનાર અંકિતા લોખંડે અને વિકી જૈને લગ્ન પછીની પહેલી હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવી હતી. હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોળીની ઉજવણીની ઘણી સુંદર તસવીરો પણ શેર કરી છે.

રવિ દુબે અને પત્ની સરગુન મહેતાએ હોળી પર ખૂબ જ રંગ જમાવ્યો હતો. હિના ખાન પણ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે હોળી પર મસ્તી કરતી જોવા મળી હતી. વિકી જૈને તેની પત્ની અને અભિનેત્રી અંકિતા લોખંડેને ખૂબ જ રંગ લગાવ્યો હતો.

અંકિતા લોખંડે અને વિકી જૈને એક ભવ્ય હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં ઘણી હસ્તીઓ પહોંચી હતી. દિવ્યાંકા ત્રિપાઠીએ તેના પતિ વિવેક દહિયા સાથે હોળી પર ખૂબ મસ્તી કરી હતી. હોળીના રંગમાં રંગાયા પહેલા બંનેએ કેમેરા સામે ખૂબ પોઝ આપ્યા હતા.

હિના ખાને પણ હોળીની ઘણી તસવીરો શેર કરી છે. જ્યારે રવિ દુબે અને સરગુન મહેતા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓએ પણ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની જોડી પણ હોળી રમવા પહોંચી હતી. માહી વિજ સાથે જય ભાનુશાલી અને તેમની દીકરી પણ હોળીના અવસર પર એક કેમેરામાં કેદ થઇ હતી. હોળીના અવસર પર ટીવીની ક્યુટ જોડી અલી ગોની અને જીસમીન ભસીન પણ એકસાથે જોવા મળ્યા હતા. જ્યારે જાસ્મિને અલીને ગુલાલ લગાવ્યો ત્યારે અભિનેતા ભાગવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.

ત્યારે ટીવી સ્ટાર્સ તો ઠીક પરંતુ બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફે પણ હોળીની ઉજવણી ધામધૂમથી કરી હતી. વિક્કી અને કેટરીના બંને પરિવાર સાથે હોળી મનાવતા જોવા મળ્યા હતા. આ કપલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળીની ઉજવણીની તસવીરો શેર કરી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

વિક્કી કૌશલે હોળીની ઉજવણીની તસવીર શેર કરીને ચાહકોને અભિનંદન આપતાં લખ્યું- હેપ્પી હોળી!!! આ તસવીરમાં જોઈ શકાય છે કે વિક્કી હસતાં હસતાં સેલ્ફી લઈ રહ્યો છે અને તેની માતા તેની વહુ કેટરિનાને હાથ વડે ગુલાલ લગાવી રહી છે.

ત્યાં જ કેટરીનાના સસરા શ્યામ કૌશલ અને દિયર સની કૌશલ તેમની પાછળ પોઝ આપતા જોવા મળે છે. દરેકના ચહેરા ગુલાલથી રંગાયેલા છે. વિક્કી ઉપરાંત કેટરિનાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોળીની ઉજવણીની બે તસવીરો પણ શેર કરી છે અને ફેન્સને તહેવારની શુભકામનાઓ પાઠવી છે.

જણાવી દઈએ કે, વિક્કી કૌશલ અને કેટરીનાએ 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનના બરવાડા ફોર્ટમાં શાહી લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન પછી, કપલ મુંબઈમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયું.

Shah Jina