રાની મુખર્જીની સાસુના નિધનથી શોકમાં બોલિવુડ ! અનેક બોલિવુડ સ્ટાર્સનો અંતિમ સંસ્કારમાં જમાવડો; શાહરૂખથી લઇને કેટરીના-વિક્કી સુધી અનેક સામેલ

કેટરીના કૈફ, રાની મુખર્જી…પામેલા ચોપરાના અંતિમ દર્શન માટે લાગ્યો સ્ટાર્સનો જમાવડો, જુઓ તસવીરો

બોલિવૂડ જગતમાં ‘પૈમ આંટી’ તરીકે જાણિતા અને મશહૂર દિવંગત ડાયરેક્ટર યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું ગઇકાલના રોજ નિધન થયુ હતુ. તેમના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર મુંબઇમાં કરવામાં આવ્યા હતા અને તેમના અંતિમ દર્શન માટે બોલિવુડના અનેક સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા.

શાહરૂખ ખાન, કરણ જોહર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કેટરિના કૈફ, વિક્કી કૌશલ સહિત અનેક મોટા બોલિવૂડ સ્ટાર્સ પૈમ આંટીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આદિત્ય ચોપરાના ઘરે પહોંચ્યા હતા.

પામેલા ચોપરાના નિધનના સમાચાર ગુરુવારે સવારે સામે આવ્યા હતા. પૈમ આંટી પતિ યશ ચોપરાના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સમાં ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તેમના નિધન પર એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યુ હતુ કે તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં સવારે 11 વાગ્યે કરવામાં આવ્યા હતા.

આ સાથે દુઃખની આ ઊંડી ક્ષણમાં ગોપનીયતાની વિનંતી પણ કરી હતી. દુખની આ ઘડીમાં ચોપરા પરિવારને સાંત્વના આપવા ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સ આદિત્ય ચોપરાના ઘરે પહોંચ્યા હતા. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન સાથે આદિત્યના ઘરે જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને હાલમાં જ રિલીઝ થયેલી યશ રાજ ફિલ્મ પઠાણથી કમબેક કર્યું છે.

આ ફિલ્મથી શાહરૂખના કરિયરને નવું જીવન મળ્યુ છે. ત્યાં હ્રતિક રોશન, આમિર ખાન સહિત અનેક ચોપરા હાઉસની બહાર જોવા મળ્યા હતા. આ સ્ટાર્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભૂતકાળની અભિનેત્રી પૂનમ ઢિલ્લોં પણ આ દુઃખની ઘડીમાં ચોપરા પરિવાર સાથે ઉભી જોવા મળી હતી. અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ આદિત્ય ચોપરાના ઘરે જોવા મળી હતી.

જ્યારે હ્રતિક રોશન પણ આદિત્ય ચોપરાના પરિવાર સાથે જોવા મળ્યો હતો. અભિનેતા નીલ નતિન મુકેશ પણ તેની પત્ની રુક્મિણી સાથે અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો હતો. જોન અબ્રાહમ તેમજ અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા સાથે અહીં પહોંચ્યા હતા. આ ઉપરાંત શબાના આઝમી પણ આદિત્ય ચોપરાના ઘરે જોવા મળી હતી.

રાની મુખર્જીની પિતરાઈ બહેન કાજોલ અને તનિષા મુખર્જી પણ પામેલા ચોપરાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે પામેલા ચોપરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમણે ઘણા ફિલ્મી ગીતોમાં પોતાનો જાદુઈ અવાજ આપ્યો છે.

તેમના ગીતો ‘અંગ સે અંગ’ અને ‘ઘર આજા પરદેશી’ ખૂબ જ લોકપ્રિય થયા હતા. દિલ્હીમાં રહેતી પામેલા ચોપરાના યશ ચોપરા સાથે એરેન્જ મેરેજ હતા.યશરાજ ફિલ્મ્સને ઊંચા સ્થાને લઈ જવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. 1993માં રીલિઝ થયેલી ફિલ્મ આઇનાને પામેલા ચોપરાએ પ્રોડ્યુસ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આ સિવાય તેમણે પુત્ર આદિત્ય અને તનુજા ચંદ્રા સાથે દિલ તો પાગલ હૈની સ્ક્રિપ્ટ પર પણ કામ કર્યું હતું. તાજેતરમાં તે યશ ચોપરાની ડોક્યુમેન્ટ્રી ધ રોમેન્ટિક્સમાં પણ જોવા મળ્યા હતા અને આમાં તે પતિ અને પરિવાર વિશે ઘણી વાતો કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina