પાકિસ્તાનની જીતનો ઉત્સવ મનાવી રહેલા શ્રીનગરની મેડિકલ કોલેજના વિધાર્થીઓ ઉપર કેસ દાખલ, બોલ્યા, “ભૂલ કરી પણ અમારું કેરિયર….”

ટી-20 વર્લ્ડ કપમાં ભારત પહેલીવાર પાકિસ્તાન સામે હાર્યું, અને ભારતની હાર સાથે પાકિસ્તાનમાં ઉત્સવ મનાવવામાં આવ્યો, સાથે જ ભારતમાં પણ ઘણા લોકોએ પાકિસ્તાનની જીતની ઉજવણીનો ઉત્સવ મનાવ્યો હતો, ઘણી ઘટનાઓ આ દરમિયાન સામે આવી, ત્યારે શ્રીનગરમાં પણ મેડિકલ કોલેજના વિધાર્થીઓ પાકિસ્તાનની જીતમાં ભાન ભૂલ્યા અને ઉત્સવ મનાવ્યો હતો.

ત્યારે હવે પાકિસ્તાનની જીત ઉપર ઉત્સવ મનાવી રહેલા જીએમસી અને સ્કીમ્સ મેડિકલ કોલેજના કેટલાક વિધાર્થીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસના આઇજી વિજય કુમારે આ મામલામાં ખાતરી કરી છે અને જણાવ્યું કે બીજાની તપાસ ચાલી રહી છે.

મેડિકલ કોલેજના વિધાર્થીઓ વિરુદ્ધ અવૈધ ગતિવિધિ કાયદા અંતર્ગત 2 મામલા દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે કર્ણ નગર અને સૌરા પોલીસ સ્ટેશનમાં UAPA અંતર્ગત બે મામલા દાખલ કરી લેવામાં આવ્યા છે.  ભારતની હાર બાદ ઘાટીમાં ઘણી જગ્યાએ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ત્યારે આ મામલામાં જમ્મુ કાશ્મીર વિધાર્થી સંઘ દ્વારા ઉપરાજ્યપાલ મનોજ સિંહાને UAPA અંર્ગત લગાવવામાં આવેલા આરોપોને માનવીય આધાર ઉપર રદ્દ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા નાસીર ખુએહામીએ એક નિવેદનમાં જણાવ્યું કે વિધાર્થીઓ વિરુદ્ધ UAPA અંતર્ગત લગાવવામાં આવેલા આરોપ સખત સજા છે, જેનાથી તેમનું ભવિષ્ય બરબાદ થઇ શકે છે અને તેમને વધારે અલગાવમાં નાખી દેશે.


તેમને એમ પણ કહ્યું કે, “અમે તેમના આ કૃત્યને યોગ્ય નથી માની રહ્યા, પરંતુ આનાથી તેમનું કેરિયર સમાપ્ત થઇ જશે. આ આરોપોનો વિધાર્થીઓના શૈક્ષણિક જીવન અને ભાવિ કેરિયર ઉપર ગંભીર પ્રભાવ પડશે.”

Niraj Patel