આખો પરિવાર એક સાથે બેસીને જમી રહ્યા હતા જમવાનું, અચાનક ભરભરા થઈને પડ્યો સીલિંગ ફેન

પંખો કોઈ દિવસ નીચે પડતા જોયો છે? વાયરલ વીડિયોમાં ધડામ દઈને પંખો પડ્યો

અકસ્માત ક્યારેય બોલીને નથી થતો બસ થઇ જાય છે. આવો જ એક અકસ્માત તે વખતે થયો જયારે આખો પરિવાર ખુબ જ શાંતિથી જમવાનું જમી રહ્યો હતો. આ દરમ્યાન અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેને જોયા બાદ તમે પણ એક વખત ચોકી જશો.

પરિવારના લોકો જયારે એક સાથે જમીન પર બેસીને જમી રહ્યા હતા ત્યારે એક સમય એવો આવ્યો કે તેમની ખુશી એક ખતરનાક અકસ્માતમાં બદલાઈ શક્તિ હતી. જોકે એવું કઈ ખાસ મોટું થવાથી બચી ગયા છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પરિવારના બધા સદસ્યો જમવાનો આનંદ માણી રહ્યા હોય છે પરંતુ તેમને થવા વાળા અકસ્માતનો બિલકુલ અંદાજો પણ હતો નહિ.

વીડિયોમાં જોઈ શકાય છે કે 6 લોકોનો એક પરિવાર જમીન પર ચટાઈ પાથરીને વાતો કરતા રાતનું ભોજન એન્જોય કરી રહ્યા છે પછી અચાનક તેમની વચ્ચે નાનકડો બાળક કંઈક અવાજ સાંભળે છે અને ચારેય બાજુ જોવા લાગે છે. તેની થોડીક સેકન્ડ પછી છત પરનો પંખો સીધો નીચે આવી જાય છે.

સીલિંગ ફેન નીચે જમીન પર બંને લોકોની વચ્ચે બેસેલા છોકરા પર પડે છે અને જોરથી અવાજ આવે છે. એટલામાં તો છોકરાની માતા તરત તેની જગ્યા પરથી ઉભી થઈને બાળકને સંભાળે છે. જોકે આ અકસ્માતમાં કોઈને પણ કઈ વાગ્યું નથી. એટલું જ નહિ બધા લોકો ખુબ જ હેરાન નજર દેખાઈ રહ્યા હતા કે આ પંખો કેવી રીતે પડ્યો તેની સાથે થોડા ડરેલા પણ નજર આવ્યા હતા.

આ વીડિયોને વાયરલ હોગ નામ એક યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો હતો. વીડિયો શેર કરતા લખ્યું હતું કે જયારે આખો પરિવાર જમવા બેસ્યો હતો ત્યારે પંખો વચ્ચે પડી ગયો. સૌભાગ્યથી કોઈને વાગ્યું નથી. તેમજ આ વીડિયો પર યુઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ચમત્કાર થયો. તેમજ બીજા એક યુઝરે પરિવાર સાથે જમવા બેસવા પર કહ્યું કે આ પરિવાર કેટલો સારો છે અને આ લોકોને એક સાથે જમવા બેસવાનું કેટલું સારું લાગી રહ્યું છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ કરતા વધુ વખત જોવાઈ ચુક્યો છે.

Patel Meet