બિલાડીએ ગાયને ધીમેથી માર્યો પંજો, પછી ગાયે જે કર્યું તે જોઈને તમે પણ હેરાનીમાં પડી જશો, જુઓ વાયરલ થઇ રહેલો વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ અલગ અલગ વિષયોને લઈને વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે, તો ઘણીવાર કેમેરામાં એવા એવા સીન પણ કેદ થઇ જાય છે જેને વારંવાર જોવાનું પણ મન થતું રહે છે. સોશિયલ મીડિયામાં હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બિલાડી ગાયને ધીમેથી પંજો મારતા જોવા મળી રહી છે, પરંતુ તેના બાદ જે થાય છે તે ખુબ જ હેરાન કરી દેનારું છે.

બિલાડી અને ગાય વચ્ચે કદમાં જે તફાવત છે તે તો તમે જાણો જ છો. શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે એક બિલાડી એક પંજા વડે આખી ગાયને ફેરવી શકે છે? જો તમને વિશ્વાસ ન હોય તો આજે તમે વિશ્વાસ કરવા જઈ રહ્યા છો. આ ખતરનાક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બિલાડી ગાયની સામે ઉભેલી જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે અચાનક નાની દેખાતી આ બિલાડી ગાયને પંજો મારે છે. તે ખૂબ જ આરામથી પંજો મારતી જોઈ શકાય છે, પરંતુ ગાય પલટી જાય છે. તેને જોઈને લાગે છે કે તે એક્ટિંગ કરી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 4.6 મિલિયનથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે, સાથે જ 60 હજારથી વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ કોમેન્ટની અંદર પણ ઘણા લોકો કહી રહ્યા છે કે આ મજાક નથી પરંતુ સિરિયસ વાત છે. તો ઘણા લોકો આ વીડિયોને રમુજી વીડિયો ગણાવી રહ્યા છે.

Niraj Patel