પક્ષીઓનો શિકાર કરવા માંગતી હતી બિલાડી માસી, પરંતુ પક્ષીઓએ કર્યું એવું કે ઉભી પુછડીએ ભાગવું પડ્યું, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે એક એવું મંચ બની ગયું છે જ્યાં નાનામાં નાની ઘટનાને પણ વાયરલ થતા વાર નથી લાગતી, રોજ હજારો લાખો વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.

ખાસ કરીને પ્રાણીઓ અને પશુ પક્ષીઓના વીડિયો જોવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે. હાલમાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસવા લાગશો અને જોઈને દંગ રહી જશો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી પક્ષીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પક્ષીએ કંઈક એવું કર્યું કે જેને જોઈને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી માસી પ્રેમથી પક્ષી રાણીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે પક્ષી રાણીએ બિલાડી પર પોટલી કરી, જેના પછી બિલાડી માસી શરમાઈને ભાગી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો હસી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ViralHog (@viralhog)

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર વાયરલ હોગ નામના સોશિયલ મીડિયા યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને 44 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ આવી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે પક્ષીએ ખરેખર અદ્ભુત રીતે બિલાડીને પાઠ ભણાવ્યો.

Niraj Patel